Indonesia Stadium Stampede: થોડા દિવસો પહેલાં જ ઈન્ડોનેશિયામાં ફૂટબોલ સ્ટેડિયમમાં થયેલી નાસભાગમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આ સ્ટેડિયમને તોડી પાડવાની તૈયારી ચાલી રહી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ વચન આપ્યું છે કે તેઓ આ સ્ટેડિયમને તોડીને તેને નવી રીતે બનાવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ આ નિર્ણય ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો સાથે મુલાકાત કર્યા બાદ લીધો હતો.






સ્ટેડિયમને તોડી પાડવા સંમત્તિઃ


ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું, “અમે મલંગ ખાતેના સ્ટેડિયમને તોડી પાડીશું અને તેને ફિફાના ધોરણો અનુસાર ફરીથી બનાવીશું. અમે ઇન્ડોનેશિયન ફૂટબોલને સંપૂર્ણપણે બદલવા માટે સંમત થયા છીએ. તૈયારીમાં રહેલી દરેક વસ્તુ ફિફાના ધોરણો અનુસાર રાખવામાં આવશે."


ફિફા પ્રમુખનું કહેવું છે કે, તેમની પ્રાથમિકતા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ખેલાડીઓ અને પ્રશંસકોની સુરક્ષા નક્કી કરવાની છે. તેમણે કહ્યું, “આ ફૂટબોલનો દેશ છે. એક એવો દેશ કે જેના 100 મિલિયનથી વધુ લોકો માટે ફૂટબોલની રમત એ જુસ્સો છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે જ્યારે તેઓ મેચ જોવા આવે ત્યારે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવે."


આ દર્દનાક ઘટના 1 ઓક્ટોબરના રોજ એક મેચ બાદ બની હતી. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ પોલીસે સ્ટેડિયમમાં ટીયર ગેસના શેલ છોડવાનું જણાવ્યું હતું. ફિફાએ આવી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈન્ડોનેશિયાને આવતા વર્ષે અંડર-20 વર્લ્ડ કપની યજમાની કરવાની છે અને આ જ કારણ છે કે આ બાબત તેમના માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. ફિફાએ આ મામલે ઘણી સક્રિયતા દાખવી છે અને પર્યાવરણ પર સતત નજર રાખી રહી છે. ત્યારે હવે આવનારા સમયમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે આ સ્ટેડિયમને તોડી પાડીને નવું સ્ટેડિયમ બનાવવામાં આવશે.


આ પણ વાંચો....


Asia Cup 2023: એશિયા કપ માટે પાકિસ્તાન નહી જાય ટીમ ઈન્ડિયા, BCCI સચિવ જય શાહે આપી જાણકારી