Nepal Plane Missing: ભારતના પાડોશી દેશ નેપાળમાંથી મોટા સમાચાર આવ્યા છે. નેપાળમાં એક પેસેન્જર પ્લેન ગુમ થયું છે. તારા એરલાઈનના પ્લેનમાં ક્રૂ, ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો સહિત કુલ 22 મુસાફરો સવાર છે. આ વિમાને પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી. બાદમાં એટીએસ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.
10:35 વાગ્યા પછી ATS સાથેનો સંપર્ક તૂટ્યો
અધિકારીઓએ કહ્યું છે કે છેલ્લા અડધા કલાકથી વિમાનના ATC સાથે કોઈ સંપર્ક નથી થયો. વિમાન 10:35 સુધી ATCના સંપર્કમાં હતું. હાલ વિમાન વિશે જાણવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. જોમસોમ એરપોર્ટ એટીસીએ માહિતી આપી હતી કે એક હેલિકોપ્ટર તે વિસ્તારોમાં મોકલવામાં આવ્યું છે જ્યાં એરક્રાફ્ટનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો હતો.
પ્લેનમાં કયા દેશના કેટલા નાગરિકો સવાર હતા?
તારા એરના જણાવ્યા અનુસાર પ્લેનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો છે. જેમાંથી 13 નેપાળી, 4 ભારતીય અને બે જાપાની નાગરિકો છે. ક્રૂ મેમ્બર્સમાં એરક્રાફ્ટના પાઇલટ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઇલટ ઇતાસા પોખરેલ અને એર હોસ્ટેસ કાસમી થાપાનો સમાવેશ થાય છે. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પુષ્ટિ કરી છે કે પ્લેન ગુમ થયું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો......
Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?
IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?
અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત