લાહોરઃ મુંબઈ હુમલાના માસ્ટર  માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને પાકિસ્તાનની કોર્ટે સજા સંભળાવી છે. ટેરર ફંડિંગ કેસમાં આતંકી હાફિઝ સઈદને 11 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે.  સઈદને આતંકી ફંડિગના એક મામલામાં પાંચ વર્ષ છ મહિના અને બીજા મામલામાં પણ પાંચ વર્ષ છ મહિના જેલની સજા સંભળાવવામાં આવી છે. કુલ મળીને 11 વર્ષની સજા ફટકારવામાં આવી છે.


ગત સપ્તાહે લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના  પ્રમુખ તથા મુંબઈના 26/11 આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ સામે આતંકવાદી ફંડિંગ જોડાયેલા બે મામલામાં તેમનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલો આતંકવાદ વિરોધી વિભાગે લાહોર અને ગુજરાંવાલા શાખાઓ વતી દાખલ કરવામાં આવ્યો હતો.


હાફિઝ સઈદ 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલાનો આરોપી છે. આ સિવાય પણ તેના સંગઠન જમાત ઉદ દાવા, લશ્કર એ તૈયબાએ ભારતની ધરતી પર આતંક ફેલાવ્યો હતો. ભારત સરકારે પાકિસ્તનને હાફિઝ સઈદ વિરુદ્ધ કેટલાક સબૂત રજૂ કર્યા હતા પરંતુ પાકિસ્તાન મુંબઈ હુમલા મામલે કોઈ એક્શન લેવા તૈયાર નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં હાફિઝને વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદથી જ તેની પર આર્થિક પ્રતિબંધ લગાવી દેવાયા હતા. ગત વર્ષે જૂલાઈમાં પાકિસ્તાન સરકારે હાફિઝની ધરપકડ કરીને તેના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા હતા.

INDvsNZ: વન ડે સીરિઝમાં ભારતના ફાસ્ટ બોલર્સે કેટલી વિકેટ લીધી ? એવરેજ જાણીને ચોંકી જશો

બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટ