ઇસ્લામાબાદઃ કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે, અને મહદઅંશે સાચુ પણ સાબિત થતુ રહ્યું છે, પ્રેમ માટે લોકો કેવા કેવા નુસખા અને હથકંડા અપનાવે છે, એટલુ જ નહીં ઉંમર કે જાતિ-ધર્મ પ્રેમને નથી રોકી શકતુ. આવી જ એક ઘટના પાકિસ્તાનમાંથી સામે આવી છે. અહીં એક 70 વર્ષની વૃદ્ધાએ પોતાનાથી 33 વર્ષ નાના યુવક સાથે એટલે કે 37 વર્ષના યુવક સાથે લગ્ન કરી લીધા છે, આ કિસ્સો સામે આવતાં જ બધા ચોંકી ગયા છે. આ કપલે હવે હનીમૂન જવાનો પણ પ્લાન બનાવી લીધો છે. રિપોર્ટ છે કે, આ બન્ને છેલ્લા કેટલાય સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બન્ને વચ્ચે ઉંમરનો મોટો તફાવત હોવાથી ઘરવાળા રાજી ન હતા પરંતુ આખરે બન્નેએ લગ્ન કરી લીધા છે.


આ ઘટના ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની છે, અહીં એક ૭૦ વર્ષની મહિલાએ ૩૭ વર્ષના યુવાન સાથે લગ્ન કરી લીધા અને આ બન્નેના લગ્નનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો હતો. 37 વર્ષના યુવાનુ નામ ઈખ્તિયાર છે અને ૭૦ વર્ષની વૃદ્ધાનુ નામ કિશ્વર છે. 


ઘટના એવી છે કે, ઈખ્તિયાર જ્યારે કિશોરાવસ્થામાં હતો ત્યારે તેને એ વખતે ૪૫-૪૮ વર્ષની કિશ્વર સાથે પ્રેમ થયો હતો. પરંતુ ઉંમરનો મોટો તફાવત હોવાથી એ વખતે લગ્ન થઈ શક્યા ન હતા. ઘરમાંથી ભારે વિરોધ ઉઠતા ઈખ્તિયારે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. કિશ્વર અપરણિત રહી હતી. વર્ષો પછી હવે બંનેએ લગ્ન કર્યા હતા. કિશ્વર ૩૭ વર્ષના ઈખ્તિયાર સાથે લગ્ન કરીને બીજી પત્ની બની હતી. ઈખ્તિયારને પહેલી પત્નીથી છ સંતાનો છે. આ બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. પ્રથમ પત્નીએ જ પતિને તેના પ્રેમ સાથે બીજા લગ્ન કરવાની મંજૂરી આપી હતી. ઈખ્તિયારના સંતાનોએ પણ આ લગ્નને સમર્થન કર્યું હતું.


પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. કેટલાક લોકોએ વર્ષો પછી મળેલા પ્રેમીજનોની તરફેણ કરી હતી, તો કેટલાકે આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો.


 


આ પણ વાંચો........ 


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ


Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી


Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ


7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય


Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો


Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ