Ingland:બાળકીનો મૃતદેહ ઈંગ્લેન્ડના સરેના હેમન્ડ રોડમાંથી મળી આવ્યો હતો.  સરેના પોલીસ અને ક્રાઈમ ટીમના સ્પાય સુપરિન્ટેન્ડેન્ટ માર્ક ચેપમેને આ માહિતી આપી હતી.


બ્રિટિશ પોલીસે શુક્રવારે (18 સપ્ટેમ્બર) દક્ષિણપૂર્વ ઈંગ્લેન્ડના એક શહેરમાં 10 વર્ષની બાળકીની હત્યાની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે  શોધખોળ શરૂ થઇ  હતી. પોલીસ ઘટના સાથે જોડાયેલા લોકોમાં બાળકીના પાકિસ્તાની પિતા, તેની સાથી મહિલા અને તેના ભાઈને શોધી રહી છે.


બ્રિટિશ પોલીસે જણાવ્યું હતું કે, તેઓ આરોપી  ઉર્ફાન શરીફ (41), બેનશ બતુલ (29) અને ફૈઝલ શહઝાદ મલિક (28) સાથે વાત કરવા માગે છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, 10 વર્ષની સારા શરીફ સાથે શું થયું. આ ત્રણેય એકથી 13 વર્ષની વયના અન્ય પાંચ બાળકો સાથે 9 ઓગસ્ટે ઈસ્લામાબાદ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.


પોલીસને  આવ્યો હતો ફોન


10 ઓગસ્ટના રોજ સવારે 2.50 વાગ્યે 999 પર ઈમરજન્સી કોલ આવ્યો હતો. બાદ પોલીસને સારા શરીફનો મૃતદેહ વોકિંગ, સરેના રહેણાંકના સરનામે મળી આવ્યો હતો. આ કોલ એક વ્યક્તિએ કર્યો હતો, જેને પોતે બાળકીનો પિતા હોવાની ઓળખ આપી હતી અને તે હાલ પાકિસ્તાનમાં હોવાનું સામે આવ્યું છે.ઈંગ્લેન્ડના સરેના હેમન્ડ રોડમાંથી એક મૃત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે કેટલીક  માહિતી આપી હતી કે,  પોલીસે જણાવ્યું કે, તેઓ ત્રણ શંકાસ્પદ ગુનેગારોની પૂછપરછ કરવા માંગે છે, જેના માટે શોધ શરૂ કરવામાં આવી છે.                


હત્યાનું કારણ જાણી શકાયું નથી


સારાહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોતનું કારણ જાણી શકાયું નથી. આ અંગે અન્ય ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તપાસકર્તાઓની ટીમે જણાવ્યું કે, શરીર પર અનેક ઈજાના નિશાન હતા, જે અલગ-અલગ સમયે લગાવવામાં આવ્યા હતા. યુકે અને પાકિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક પ્રત્યાર્પણ સંધિ નથી. જો કે, તેના પહેલા પણ એશિયાઈ દેશમાંથી લોકોને પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે.બ્રિટિશ પોલીસ તપાસ માટે પાકિસ્તાની અધિકારીઓ સાથે સંપર્ક કરી રહી છે. તેમજ  ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ, ઈન્ટરપોલ, નેશનલ ક્રાઈમ એજન્સી અને ફોરેન ઓફિસ સા મળીને કામ કરી રહી છે.


આ પણ વાંચો


ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ફરી પ્રસાદ મામલે સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો અને ભક્તોની માંગણી


IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું


Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર


Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય