ન્યૂયોર્કઃ અમેરિકામાં ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી મળી ગઈ છે. અમેરિકાના એફડીએ આ મંજૂરી આપી થછે. એફડીએના વિશેષજ્ઞ સલાહકારોની એક પેનલે કહ્યું કે, ફાઇઝર ઇંક અને BioNTech એસ ઈ દ્વારા બનાવવામાં આવેલી કોવિડ બૂસ્ટર ડોઝ ગંભીર બીમારીથી પીડિતા લોકોને આપવામાં આવશે.


અમેરિકાની એફડીએ દ્વારા દેશમાં 16 વર્ષથી મોટા તમામ લોકને કોરોનાની ફાઇઝર રસીના બૂસ્ટર ડોઝ આપવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. જોકે પેનલે 65 વર્ષથી મોટા અને ઉચ્ચ જોખમવાળા લોકો માટે ફાઇઝરના કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે.


એફડીએનો આ ફેંસલો બાઇડેન તંત્ર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. અમરેકિમાં ડેલ્ટા વેરિંયંટના મામલા વધ્યા બાદ તાજેતરમાં જ એક્સપર્ટે કોરોનાથી એકસ્ટ્રા બચાવ માટે બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી હતી. પેનલના સભ્યોએ બૂસ્ટર ડોઝ પર સેફ્ટી ડેટાનો  ઉલ્લેખ કર્યો હતો ઉપરાંત વિશેષ સમૂહને બૂસ્ટર ડોઝ આપવાના ફેંસલા પણ પણ સવાલ ઉઠાવ્યો હતો. જે બાદ પેનલે 18-0થી ફેંસલો કર્યો કે વધારે જોખમ ધરાવતા અને 65 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઈએ.


અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 4.20 કરોડને પાર થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 6.73 લાખથી વધારે છે. છેલ્લા 24કલાકમાં અહીં 1.65 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે અને 2,500 લોકોના મોત થયા છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં સૌથી વધુ સંક્રમિતો છે. જે બાદ ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયોર્કનો નંબર આવે છે.


આ પણ વાંચોઃ T-20 World Cup બાદ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી આપશે રાજીનામું, જાણો વિગત


India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? માત્ર કેરળમાં જ 23,260 કેસ


Team India ના હેડ કોચ બનવાની રેસમાં કયા બે પૂર્વ દિગ્ગજ ખેલાડીના નામ છે મોખરે ? જાણો વિગત