નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધને 50 દિવસ થયા છતાં હજુ સુધી ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યું. યુદ્ધના કારણે રશિયા અને યૂક્રેન પર જ નકારાત્મક અસર પડી રહી છે એવુ નથી હવે સંયુક્ત રાષ્ટ્રે મોટી ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે રશિયા અને યૂક્રેન યુદ્ધ દુનિયાના કેટલાય ગરીબ દેશોની અર્થવ્યવસ્થા પર ખતરો પેદા કરી રહ્યું છે. આ દેશો પહેલાથી અનાજ અને ઇંધણની વધતી કિંમતોનો સામનો કરી રહ્યું છે, સાથે જ જટીલ આર્થિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યાં છે. 


આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક રિપોર્ટ જાહેર કર્યો છે, અને કહ્યું કે, યુદ્ધ ગરીબ દેશોમાં ભોજન, ઇંધણ અને આર્થિક સંકટને વધારી રહ્યું છે. આ દેશ પહેલાથી જ મહામારી, જલવાયુ પરિવર્તન અને આર્થિક સુધારા માટે ધનની કમી સામે સંઘર્ષ કરી રહ્યાં છે. 


ગુટેરેસે એક સંવાદદતા સંમેલનમાં કહ્યું - હવે આપણે એક વાવાઝોડાનો સામનો કરી રહ્યાં છીએ, જે વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થાને તબાહ કરવાની ચેતાવણી આપે છે. લગભગ 1.7 અબજ લોકો હવે ભોજન, ઉર્જા અને નાણા પ્રણાલીઓથી સંકટની જાળમાં ફસાવવાની નજીક છે. આમાંથી એક તૃત્યાંશ લોકો પહેલાથી જ ગરીબીમાં જીવી રહ્યાં છે. 


107 દેશો સંકટની જાળમાં ફસાવવાનુ જોખમ -
વેપાર અને વિકાસને પ્રોત્સાહન આપનારી સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના મહાસચિવ રેબેકા ગ્રિનસ્પેને કહ્યું- આ લોકો 107 દેશોમાં રહે છે, જેઓ કોઇના કોઇ સંકટની જાળમાં આવવાનુ જોખમ છે. 


રિપોર્ટ અનુસાર, આ દેશોમાં લોકો સ્વસ્થ ખોરાક નથી ખાઇ શકતા, ભોજન અને ઉર્જાની જરૂરિયાતોને પુરી કરવા માટે આયાત આવશ્યક છે, પરંતુ દેવાના બોજ અને સીમિત સંશાધન અનેક વૈશ્વિક નાણાંકીય સ્થિતિઓ સાથે નિપટવા માટે સરકારની ક્ષમતાને સિમીત કરે છે.


 


આ પણ વાંચો....... 


આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે


Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના


અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર


મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”