Russia Ukraine War: યુક્રેન પર રશિયન હુમલાને કારણે મોસ્કો અને પશ્ચિમી દેશો સામસામે આવી ગયા છે. એક તરફ અમેરિકા અને તેના પશ્વિમી સાથી દેશો રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવી રહ્યા છે તો બીજી તરફ રશિયા પણ વિરોધી દેશો પર પ્રતિબંધો લગાવી રહ્યું છે. રશિયન વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે તેણે રશિયન સાંસદો વિરુદ્ધમાં બ્રિટનના પ્રતિબંધોના જવાબમાં 287 બ્રિટિશ સાંસદોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.


મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર દ્ધારા 11 માર્ચના રોજ 386 સ્ટેટ ડ્યુમા ડિપ્ટીના પ્રતિબંધોની યાદીમાં સામેલ કરવાના નિર્ણયના જવાબમાં હાઉસ ઓફ કોમન્સના 287 સભ્યો પર વ્યક્તિગત પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.


રશિયાએ બ્રિટિશ પીએમ પર લગાવ્યો છે પ્રતિબંધ


રશિયાએ અગાઉથી જ યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન તેમજ યુકેના નાયબ વડા પ્રધાન ડોમિનિક રૈબ, વિદેશ સચિવ લિઝ ટ્રસ, સંરક્ષણ સચિવ બેન વોલેસ અને અન્ય ઘણા લોકોને બ્લેકલિસ્ટ કરી ચૂક્યું છે. હાઉસ ઓફ કોમન્સમાં કુલ 650 સભ્યો છે.


મોસ્કોએ જણાવ્યું હતું કે યાદીમાં એવા સાંસદો સામેલ છે જેમણે રશિયન વિરોધી પ્રતિબંધોની તૈયારીમાં સૌથી સક્રીય રીતે ભાગ લીધો હતો. બ્લેકલિસ્ટ કરાયેલા લોકોમાં સ્પીકર લિન્ડસે હોયલ સાથે સાથે કેબિનેટ સભ્યો પણ સામેલ છે.  આ યાદીમાં ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બિનના નજીકના સાથી ડાયને એબોટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ બુધવારે દાવો કર્યો હતો કે તેણે યુક્રેનમાં પશ્ચિમી દેશો દ્વારા પ્રાપ્ત હથિયારો અને લાંબા અંતરની મિસાઈલોના મોટા કન્સાઈનમેન્ટને નષ્ટ કરી દીધું છે.


 


Aadhaar Card : ઘરે બેઠા અસલી-નકલી આધાર કાર્ડની કરો ઓળખ, UIDAI એ બતાવી રીત


PM Modi Germany Visit: 2022માં પીએમ મોદી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જશે, જાણો કયા-ક્યા દેશોની લેશે મુલાકાત


'તારક મહેતા'શૉએ કરી મોટી ભૂલ, ઇન્ટરનેટ પર લોકો આપવા લાગ્યા ગાળો તો મેકર્સે તાત્કાલિક શું કર્યુ, જાણો વિગતે


PM Modi on Petrol-Diesel Price: કોરોના મુદ્દે બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈ શું બોલ્યા પીએમ મોદી ? જાણો વિગત