નવી દિલ્હીઃ યૂક્રેન પર પોતાના હૂમલાની વચ્ચે રશિયાએ એસ-400 ટ્રાઇમ્ફ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો બીજો જથ્થા માટે ભારતને સપ્લાય શરૂ કરી દીધુ છે, ઘટનાક્રમથી અવગત લોકોએ શક્રવારે આ બતાવ્યુ. જોકે, તેમને બતાવ્યુ કે આ જથ્થાના તમામ મુખ્ય ભાગના પુરવઠાની સપ્લાય હજુ સુધી નથી કરવામાં આવી.


યૂક્રેન સંકટને ધ્યાનમાં રાખતા રશિયા દ્વારા ભારતને મોટા સૈન્ય ઉપકરણોની આપૂર્તિમાં સંભવિત વિલંબને લઇને નવી દિલ્હીમાં ચિંતાઓ વધવાની વચ્ચે આ પુરવઠો કરવામાં આવી રહ્યો છે. ઘટનાક્રમથી અવગત એક વ્યક્તિએ બતાવ્યુ કે, રશિયાએ એસ-400 મિસાઇલ સિસ્ટમનો બીજો જથ્થો માટે કેટલીક સપ્લાય શરૂ કરી દીધી છે. આ જથ્થા માટે તમામ મુખ્ય ભાગોનુ સપ્લાય હજુ બાકી છે.  


આપૂર્તિ કરવામાં આવેલા ભાગોમાં ‘સિમ્યૂલેટર’ સામેલ છે. ઉલ્લેખનીય છે કે રશિયાએ ડિસેમ્બરમાં એસ-400 મિસાઇલ સિસ્ટમનો પહેલો જથ્થો આ રીતે તૈનાત કરવામાં આવ્યો હતો કે તેના દાયરામાં ઉત્તરી ભાગ ક્ષેત્રમાં ચીન સાથે લાગેલી બોર્ડર અને પાકિસ્તાન સાથે લાગેલી સીમા હતી.  


મનાઇ રહ્યું છે કે રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવની બે અઠવાડિયા પહેલા ભારત યાત્રા દરમિયાન ભારત-રશિયા રક્ષા સંબંધ પર ચર્ચા થઇ હતી. ગયા મહિને રશિયાએ કહ્યું હતું કે તેની વિરુદ્ધ અમેરિકન પ્રતિબંધોની અસર ભારતને એસ-400 મિસાઇલ સિસ્ટમના પૂરવટા પર નહીં પડે.


આ પણ વાંચો........ 


ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”


Varanasi : કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું આપ્યો આદેશ


ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર


કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ


ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો