Russia Ukraine War Live: યૂક્રેનમાં વધુ તેજ થયા રશિયન સેનાના હુમલા, કીવ નજીક ફાયરિંગમાં 6ના મોત
Russia-Ukraine War: યુક્રેન પર રશિયન સેનાના હુમલાનો આજે દસમો દિવસ છે. ગઈકાલે, યુદ્ધના નવમા દિવસની શરૂઆત એક સમાચાર સાથે થઈ જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને કહ્યું કે છેલ્લા 7 દિવસમાં 6222 ભારતીયોને રોમાનિયા અને મોલ્ડોવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને બુકારેસ્ટ (સરહદથી 500 કિ.મી.) લઈ જવાને બદલે, સુસેવા (સરહદથી 50 કિમી) સુધીની ફ્લાઈટ્સનું સંચાલન કરવા નવુ એરપોર્ટ મળ્યું હતું. આગામી 2 દિવસમાં 1050 વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ અમે અમારા લોકોને કહી શકીશું. પરત આવી જાઓ. પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને અન્ય તમામ દેશોમાંથી પરત આવશે. અમે કહી શકીશું કે પાછા આવો, કારણ કે હવે કોઈ ખતરો નથી.
ખાર્કિવથી પોલેન્ડ પહોંચેલા પ્રત્યુષ ચૌરસિયાનું કહેવું છે કે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ખાર્કિવમાં ફસાયેલા છે. "અમે બોમ્બ ધડાકા અને તોપમારો વચ્ચે 1 માર્ચે યુક્રેનમાંથી બહાર નિકળ્યા હતા," તેમણે કહ્યું. પોલેન્ડ સરહદ પાર કર્યા પછી ભારત સરકારે અમને મદદ કરી.
એર ઈન્ડિયાની છઠ્ઠી ફ્લાઈટ 182 ભારતીય વિદ્યાર્થીઓને બુડાપેસ્ટથી મુંબઈ લઈ આવી છે. એરપોર્ટ પર વિદ્યાર્થીઓની રાહ જોઈ રહેલા સ્વજનો ભાવુક જોવા મળ્યા હતા તો વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
યુક્રેન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સેનાએ કિવ નજીક ગોળીબાર કર્યો છે, જેમાં 6 લોકો માર્યા ગયા છે. સાથે જ મૃતકોમાં એક બાળક પણ સામેલ હોવાની ચર્ચા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો માત્ર આ દેશ (યુક્રેન) પર હુમલો નથી પરંતુ યુરોપ અને વૈશ્વિક શાંતિ પર હુમલો છે.
બ્રેકગ્રાઉન્ડ
Russia-Ukraine War: યુક્રેન પર રશિયન સેનાના હુમલાનો આજે દસમો દિવસ છે. ગઈકાલે, યુદ્ધના નવમા દિવસની શરૂઆત એક સમાચાર સાથે થઈ જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. સમાચાર આવ્યા કે રશિયન દળોએ યુક્રેનના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. તે જ સમયે, વારંવાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ નિવાસ પર રોકેટનો એક ટુકડો છોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેને યૂક્રેન રાષ્ટ્રપતિ પર હુમલાની વાત કહી રહ્યું છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતે તેમના નિવાસની બહાર પડેલા આ રોકેટ પર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું છે કે, તે લક્ષ્ય ચૂકી ગયું હતું... એટલે કે ફરી એકવાર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ પણ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઝેલેન્સકીને ત્રણ વખત મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દર વખતે તે કોઈને કોઈ રીતે બચી ગયો.
રશિયા દાવો કરે છે કે ઝેલેન્સકી દેશ છોડીને ચાલ્યા ગયા
એક તરફ જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસની બહાર રોકેટ પડ્યું છે ત્યારે રશિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દેશ છોડીને ચાલ્યા ગયા છે. રશિયાના સ્ટેટ મીડિયા હાઉસ સ્પુટનિકે આ દાવો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિએ પોલેન્ડમાં શરણ લીધી છે. જો કે યુક્રેન દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. યુક્રેને કહ્યું છે કે ઝેલેન્સકીએ દેશ છોડ્યો નથી અને તે હજુ પણ યુક્રેનમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -