Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે સાડા ચાર મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ શરૂ છે. બંનેમાંથી એક પણ દેશ નમતું મૂકવા તૈયાર નથી. આ દરમિયાન સારા સમાચાર આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ તુર્કીશ સત્તાધીશોને ટાંકીને જણાવ્યું કે, રશિયા-યુક્રેન પ્રતિનિધિમંડળે ઈસ્તંબુલમાં વાતચીત શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા હાલ યુક્રેનના વિવિધ પ્રાંતોમાં સતત હુમલા કરી રહ્યું છે ત્યારે બંને દેશોના પ્રતિનિધિમંડળ વાતચીત કરવા માટે તૈયાર થયું છે જેથી યુદ્ધના અંત શક્યતાઓ વિશે અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
અનાજની ડિલીવરી અંગે થશે ચર્ચા
રશિયન અને યુક્રેનના અધિકારીઓ આજે તુર્કીના શહેર ઇસ્તંબુલમાં અટકેલા અનાજની ડિલિવરી પર બેઠક કરશે. યુક્રેન વિશ્વના ઘઉં અને અન્ય અનાજના સૌથી મોટા નિકાસકાર દેશોમાંનું એક છે, પરંતુ કાળા સમુદ્રમાં યુક્રેન દ્વારા બિછાવેેયલી બારુદી સુરંગો દ્વારા રશિયન યુદ્ધ જહાજોના શિપમેન્ટને રોકી દેવામાં આવ્યા છે. આ સ્થિતિમાં તુર્કીએ આવશ્યક અનાજના વેપારને ફરીથી શરૂ કરવાના પ્રયાસો કર્યા છે અને તુર્કી જ બંને દેશો વચ્ચેની વાટાઘાટોનું આયોજન કરશે. આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રનું પ્રતિનિધિમંડળ પણ હાજરી આપશે.
દરમિયાન, યુક્રેને દાવો કર્યો હતો કે તેની આર્ટિલરીએ રશિયન હથિયારોના ડેપોને નષ્ટ કરી દીધો હતો. યુક્રેને એવો પણ દાવો કર્યો હતો કે, તેણે મોસ્કો-નિયંત્રિત ખેરસન પ્રદેશમાં લશ્કરી કેદીઓને મુક્ત કરવા માટે "ખાસ ઓપરેશન" હાથ ધર્યું હતું.
આ પણ વાંચોઃ
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવામાં ભારતે મદદ કરી ? જાણો શું કરી સ્પષ્ટતા
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત