મોસ્કોઃ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી તે સત્તામાં રહેશે ત્યાં સુધી ગે લગ્નોને મંજૂરી નહીં આપે. ઉપરાંત દેશમાં માતા-પિતા હશે નહીં કે પેરેન્ટ નંબર વન અને પેરેન્ટ નંબર ટૂ. સ્ટેટે કમીશન સાથે મુલાકાત બાદ તેમણે આ વાત કરી હતી. આ મુલાકાત ગે મેરેજને લઈ બંધારણમાં ફેરફારને લઈ થઈ હતી.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જૂની વિચારધારાવાળા માનવામાં આવે છે. તેઓ હોમોસેક્યુઅલિટીને લઈ તેમનો સ્પષ્ટ અભિપ્રાય રાખે છે. તેમણે રશિયાને લિબરલ વેસ્ટર્ન કલ્ચરથી દૂર રાખ્યું છે.

પુરુષ અને સ્ત્રીના લગ્નને લઈ બંધારણમાં એક લાઇન જોડવા પર તેમણે ટિપ્પણી કરવાની હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રશિયામાં ગે મેરેજને કાનૂની માન્યતા નહીં આપવામાં આવે.અમે કેટલાક સવાલા પર અમારા સહયોગીઓ સાથે વાતચીત કરી છે, પરંતુ મને આ વિચાર પસંદ પડ્યો નથી.

SAvENG: ડી કોકે તોડ્યો ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ, આ મામલે બન્યો સાઉથ આફ્રિકાનો પ્રથમ ખેલાડી

ભારત આવતા પહેલા ટ્રમ્પે કર્યુ ટ્વિટ, લખ્યું- ફેસબુક પર હું નંબર 1 અને PM મોદી નંબર 2

 ટોલ પ્લાઝા પર આજથી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી મળશે FASTag, જાણો શું કરવું પડશે