સ્વીડને ગુરુવારે (15 ઓગસ્ટ) તેના Mpoxના પ્રથમ કેસની પુષ્ટી કરી હતી, જે આફ્રિકાની બહાર નોંધાયેલો પ્રથમ કેસ પણ છે. માત્ર એક દિવસ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ બે વર્ષમાં બીજી વખત આ રોગને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી.






સ્વીડિશ પબ્લિક હેલ્થ એજન્સીના ડાયરેક્ટર જનરલ ઓલિવિયા વિગઝેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત વ્યક્તિ આફ્રિકામાં રહેતા દરમિયાન તેને વાયરસનો ચેપ લાગ્યો હતો, જ્યાં આ રોગ ખૂબ ફેલાયો છે.


Mpox નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. કોંગોમાં વધુ ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ WHOએ તેને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. સ્વીડનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, 'બપોર પછી પુષ્ટી થઈ કે સ્વીડનમાં ક્લેડ-1 નામના એમપોક્સના વધુ ગંભીર પ્રકારનો કેસ છે.'


યુએનના નાયબ પ્રવક્તા ફરહાન હકે ગુરુવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની જાહેરાતનો ઉલ્લેખ કરતા એમપોક્સ વાયરસને 'પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન ' ગણાવ હતી.  તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓ એમપોક્સ વાયરસ આફ્રિકા અને સંભવતઃ ખંડની બહારના દેશોમાં ફેલાવાની સંભાવના વિશે પણ ચેતવણી આપી રહ્યું છે.


આફ્રિકામાં આ વર્ષે અત્યાર સુધીમાં 17 હજાર કેસ નોંધાયા છે


એમપોક્સ વાયરસનો એક પ્રકાર - ક્લેડ IIB - 2022 માં વિશ્વભરમાં ફેલાયો હતો. પછી WHO એ જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી જે લગભગ 10 મહિના પછી સમાપ્ત થઈ હતી.


આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં આફ્રિકન ખંડમાં 17,000 થી વધુ શંકાસ્પદ એમપોક્સ કેસ અને 517 મૃત્યુ નોંધાયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં કેસોમાં 160 ટકાનો વધારો છે. કુલ 13 દેશોમાં કેસ નોંધાયા છે.


Mpox ના લક્ષણો શું છે?


એમપોક્સના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને એક અલગ પ્રકારની ફોલ્લીઓનો સમાવેશ થાય છે, જે ઘણીવાર ચહેરા પર શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓ, શારીરિક પ્રવાહી અથવા દૂષિત પદાર્થો સાથે સીધા સંપર્ક દ્વારા મનુષ્યમાં ફેલાય છે અથવા સ્પર્શ દ્વારા પણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.


મોટાભાગના લોકો હળવા લક્ષણોનો અનુભવ કરે છે, પરંતુ કેટલાક લોકોમાં રોગ વધુ ગંભીર હોઈ શકે છે, જેને તબીબી સંભાળની જરૂર હોય છે. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો  સામાન્ય રીતે વાયરસના ચેપનું જોખમ વધારે હોય છે.


આ પણ વાંચોઃ


એમપોક્સે ફરી એકવાર વધારી ચિંતા, WHOએ બે વર્ષમાં બીજી વખત જાહેર કરી ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી