US Presidential Election 2024 Live Updates: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રારંભિક વલણમાં કમલાની વાપસી, ટ્રમ્પની 230 પર લીડ
US Presidential Election 2024 Live Updates: ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે
કેલિફોર્નિયામાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ 60 ટકાથી વધુ મતો મેળવીને આગળ છે. જો કે, હજુ મતગણતરી ચાલી રહી છે અને લગભગ 40 ટકા મતોની ગણતરી બાકી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ ખૂબ જ રોમાંચક બની રહ્યો છે. મતગણતરી વચ્ચે લાંબા સમય બાદ કમલા હેરિસે જોરદાર વાપસી કરી છે. હવે કમલા હેરિસ 179 સીટો પર આગળ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 230 ઇલેક્ટ્રોરલ પર આગળ છે.
મોન્ટાના, મિસૌરી, ઓહિયો, ટેક્સાસ, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, વ્યોમિંગ. નોંધનીય છે કે ટ્રમ્પે ઓહાયોમાં જીત હાંસલ કરી છે. આ રાજ્ય તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સનું ગૃહ રાજ્ય પણ છે. કમલા હેરિસે ઇલિનોઇસ, વોશિંગ્ટન ડીસી, કોલોરાડો અને ન્યૂયોર્કમાં જીત મેળવી છે. આ દરમિયાન ટ્રમ્પ 198 ઈલેક્ટોરલ કોલેજોમાં આગળ છે. આ સાથે જ કમલા હેરિસે 112ની લીડ જાળવી રાખી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસૌરી અને ઓક્લાહોમામાં પણ જીત મેળવી છે. જે પછી ટ્રમ્પે 101 ઇલેક્ટ્રોલ સાથે લીડ મેળવી છે અને કમલા હેરિસ પાસે 71 ઇલેક્ટ્રોલ મત છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 270ની જરૂર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ચાલુ છે. દરમિયાન મતગણતરીનો પ્રારંભિક વલણ આવવા લાગ્યા છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ 95 ઈલેક્ટોરલ કોલેજમાં આગળ છે. કમલા હેરિસે 35 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ જાળવી રાખી છે. અમેરિકન ચૂંટણીમાં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજ હોય છે. જીતવા માટે આમાંથી 270 જીતવી જરૂરી છે.
AP VoteCast સર્વે અનુસાર, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સાત રાજ્યો - જ્યોર્જિયા, ઇન્ડિયાના, કેંટકી, વેસ્ટ વર્જિનિયા, સાઉથ કેરોલિના, ઓહાયો અને ફ્લોરિડામાં આગળ છે, જ્યારે કમલા હેરિસ વર્મોન્ટ, ન્યૂ હેમ્પશાયર, નોર્થ કેરોલિના અને વર્જિનિયામાં આગળ છે.
NBC News Exit Poll: એનબીસી ન્યૂઝના અત્યાર સુધીના એક્ઝિટ પોલના અનુમાન મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ 54.8 ટકા મતો સાથે આગળ છે જ્યારે કમલા હેરિસ 44.4 ટકા મતો સાથે રેસમાં પાછળ હોય તેવું લાગે છે.
AP VoteCast અને CNNના એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે કેંટકી અને ઇન્ડિયાના રાજ્યોમાં ટ્રમ્પ જીતી શકે છે.
કમલા હેરિસે મંગળવારે ડેમોક્રેટિક ગઢ વર્મોન્ટમાં જીત મેળવી હતી. આ નાના રાજ્યે છેલ્લી આઠ રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ડેમોક્રેટિક ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું છે. વર્મોન્ટના ગવર્નર ફિલ સ્કોટ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતા રહ્યા છે અને 2020ની ચૂંટણીમાં ડેમોક્રેટ જો બાઇડનને મત આપ્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
US Presidential Election 2024 Live Updates: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારથી મતદાન શરૂ થયું છે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પર નેવાડાના એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરાયા છે.
રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઇન્ડિયાનામાં પ્રમુખપદની ચૂંટણી જીતી હતી, જ્યાં રિપબ્લિકન્સે 20 વર્ષથી ગવર્નરનું પદ સંભાળ્યું હતું. અહીંથી ટ્રમ્પને ડેમોક્રેટ કમલા હેરિસની સરખામણીએ 11 મત મળ્યા હતા. 2020માં ટ્રમ્પે હૂઝિયર રાજ્યના 57 ટકા મત મેળવ્યા હતા. એસોસિએટેડ પ્રેસે સાંજે 7 વાગ્યે ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કેન્ટુકીમાં સતત ત્રીજી વખત ચૂંટણી જીતી હતી, અને તેમની ટેલીમાં આઠ ઇલેક્ટોરલ વોટ ઉમેર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -