US Travel Advisory on India Visit: અમેરિકાએ ભારત અને પાકિસ્તાન માટે બીજા તથા ત્રીજા લેવલની ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.  અમેરિકાએ ક્રાઈમ અને આતંકવાદનો હવાલો આપીને ભારત આવતાં નાગરિકોને સાવધાની રાખવા કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારત માટે એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું, અમેરિકન નાગરિકોને આતંકવાદી ખતરો અને નાગરિક અસંતોષના કારણે જમ્મુ-કાશ્મીર તથા સશસ્ત્ર સંઘર્ષની આશંકાના કારણે ભારત-પાકિસ્તાન સીમાના 10 કિલોમીટરની અંદર યાત્રા ન કરવાનો આગ્રહ છે.


એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે બળાત્કાર, ભારતમાં સૌથી ઝડપથી વધતાં અપરાધ પૈકી એક છે. યૌન શોષણ જેવા હિંસક અપરાધ પણ પર્યટન સ્થળો તથા અન્ય સ્થળો પર સામે આવ્યા છે. આતંકવાદી મામૂલી કે કોઈપણ જાતની ચેતવણી વગર પર્યટન સ્થળો, પરિવહન અડ્ડા, બજાર, મોલ કે સરકાર સંસ્થાઓ પર હુમલો કરી શકે છે.


એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે , અમેરિકન નાગરિકો પર આતંકવાદી હુમલા તથા અપહરણના ખતરાનો હવાલો આપીને બલૂચિસ્તાનનો પ્રવાસ ટાળવાની પણ સલાહ આપી છે.






આ પણ વાંચોઃ પહેલી પત્ની જીવતી હોય અને બીજા લગ્ન કરો તો શું થાય ? જાણો હાઈકોર્ટ શું કહ્યું


IND vs NZ, 1 T20: પ્રથમ ટી-20માં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, વધુ એક ગુજરાતી ખેલાડી કરશે ડેબ્યૂ


India Corona Cases: એક દિવસની રાહત બાદ ફરી વધ્યા કોરોના કેસ, 300થી વધુ સંક્રમિતોના મોત