નવી દિલ્હીઃ અત્યાર સુધી અમેરિકા સંપત્તિ મામલામાં સૌથી આગળ હતુ પરંતુ હવે ચીને અમેરિકાને આ મામલે પાછળ છોડી દીધું છે. સંપત્તિ મામલામાં હવે ચીન દુનિયામાં નંબર વન દેશ બની ગયો છે. ચીને અમેરિકાને પાછળ છોડી બે દાયકાની અંદર પોતાની સંપત્તિમાં વધારો કરી ટોચનું  સ્થાન હાંસલ કર્યું  છે


છેલ્લા બે દાયકામાં વૈશ્વિક સંપત્તિ ત્રણ ગણી વધી છે જેમાં ચીન સૌથી આગળ છે. ચીને દુનિયાભરમાં ટોચનું સ્થાન હાંસલ કરતા અમેરિકાને પાછળ છોડી દીધું છે. આ સંબંધમાં જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર દુનિયાની કુલ સંપત્તિ લગભગ ત્રીજો ભાગ ચીન પાસે છે.


વિશ્વ વ્યાપાર સંગઠનમાં સામેલ થયાના એક વર્ષ અગાઉ વર્ષ 2000માં તેની સંપત્તિ ફક્ત સાત અબજ ડોલર હતી જે હવે વધીને 120 અબજ ડોલર થઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર ચીનની આર્થિક વૃદ્ધિમાં સતત તેજી આવી છે. 20 વર્ષના સમયગાળામાં દુનિયાની જેટલી સંપત્તિ વધી છે તેમાં લગભગ ત્રીજો ભાગ ચીનનો છે.


દુનિયાની 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશોની બેલેન્સશીટ પર નજર રાખનારી મેનેજમેન્ટ કંન્સલ્ટેન્ટ મૈકિન્સે એન્ડ કંપનીની સંશોધન શાખાની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. વાસ્તવમાં મેનેજમેન્ટ કન્સલ્ટેન્ટ મૈકિન્સે વૈશ્વિક આવકના 60 ટકાથી વધુ પ્રતિનિધિત્વ કરનારા 10 દેશોની રાષ્ટ્રીય બેલેન્સ શીટની તપાસ કરે છે. તેનું હેટક્વાર્ટર જ્યૂરિખમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં કુલ સંપત્તિ વર્ષ 2000માં 156 ટ્રિલિયન ડોલરથી વધીને વર્ષ 2020માં 514 ટ્રિલિયન ડોલર થઇ ગઇ છે.


અમેરિકાની સંપત્તિમાં પણ વધારો થયો છે. અમેરિકાની સંપત્તિ છેલ્લા 20 વર્ષમાં બમણીથી વધારે વધી છે. વર્ષ 2000માં અમેરિકાની સંપત્તિ 90 ટ્રિલિયન ડોલર હતી. અહી પ્રોપર્ટીની કિંમતમાં વધારો ના થતા ચીન કરતા ઓછી રહી હતી. આ કારણ છે કે અમેરિકા નંબર એક પરથી પછડાઇ ગયું હતું.


IND vs NZ: કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કહી આ મોટી વાત, રાહુલ દ્રવિડે શું કહ્યું ? જાણો વિગત


 


ICC Announcement: 2031 સુધીમાં ભારત 3 આઈસીસી ઈવેન્ટની કરશે યજમાની, પાકિસ્તાન પણ બન્યું હોસ્ટ


 


રૂપાણીએ સ્ટેજ પર જ ભાજપના કયા ધારાસભ્યને ધમકાવ્યા, મોકરિયા વચ્ચે પડ્યા તો તેમને પણ કહ્યું, તમે બેસી જાવ