CWG 2022 Live: ભારતનો વધુ એક મેડલ પાક્કો, લોન બોલમાં રચ્યો ઈતિહાસ

CWG 2022 Updates: કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલીમાં 52 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્ર

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Aug 2022 05:36 PM
બોક્સર અમિત પંઘલે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી

ભારતીય બોક્સર અમિત પંઘલે વનઆટૂના નામરી બેરીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અમિતે શાનદાર પ્રદર્શન કરતાં 5-0તી જીત મેળવી હતી. આ મુકાબલો 48-51 કિલો વર્ગનો હતો.


જૂડોમાં ભારતની સુશીલા દેવીનું શાનદાર પ્રદર્શન

જૂડોની રમતમાં ભારતની સુશીલા દેવીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. સુશીલા દેવીએ 48 કિલો ક્વાર્ટર ફાઈનલમાં મલાવીની હરેટ બોન્ફેસને હરાવી હતી.


અજય સિંહ ચોથા ક્રમે રહ્યો

ભારતનો અજય સિંહ વેઈટ લિફ્ટિંગમાં મેડલથી ચૂકી ગયો છે. 81 કિગ્રા કેટેગરીમાં તે ચોથા સ્થાને રહ્યો છે.

લોન બોલમાં ભારતે મારી બાજી

કોમન વેલ્થ ગેમ્સમાં ભારતે લોન બોલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી હાર આપીને મેડલ પાક્કો કર્યો છે.





લોન બોલમાં ભારતે મારી બાજી

કોમન વેલ્થ ગેમ્સમાં ભારતે લોન બોલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી હાર આપીને મેડલ પાક્કો કર્યો છે.





મેડલ ટેલીમાં કોણ છે ટોચ પર

કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલીમાં 52 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 13 સિલ્વર અને 17 બ્રોંઝ મેડલ જીત્યા છે. બીજા ક્રમે રહેલા ઈંગ્લેન્ડે 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 6 બ્રોઝ સહિત કુલ 34 મેડલ જીત્યા છે. ન્યૂઝીલેન્ડ 10 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોઝ સહિત 19 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 6 મેડલ સાથે ચોથા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 4 ગોલ્ડ, 1 સિલ્વર અ 1 બ્રોંઝ મેડલ જીતય્યો છે. કેનેડા 18 મેડલ સાથે પાંચમા નંબર પર છે. કેનેડાએ 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોંઝ મેડલ જીત્યા છે. જ્યારે ભારત 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોંઝ એમ 6 મેડલ સાથે છઠ્ઠા ક્રમે છે.

અચિંત શિયુલીએ ગોલ્ડ જીત્યો

ભારતીય વેઇટલિફ્ટર અચિંતા શ્યુલીએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્નેચમાં તેણે પહેલી લિફ્ટમાં 137 કિલો વજન ઉપાડ્યું હતું. તે જ સમયે, બીજી લિફ્ટમાં 139 કિલોનો ભાર ઉપાડવામાં આવ્યો હતો. આ પછી, અચિંતાએ ત્રીજી લિફ્ટમાં 143 કિલોનો ભાર ઉપાડ્યો. ક્લીન એન્ડ જર્કમાં અચિંત શિયુલીએ બીજા પ્રયાસમાં 170 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે 313 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે. રસપ્રદ વાત એ છે કે તમામ ગોલ્ડ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Commonwealth Games 2022 Update: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સના પ્રથમ ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતે 6 મેડલ જીત્યા છે.


ચોથા દિવસનું શિડ્યૂલ



  • ટેબલ ટેનિસઃ ભારતીય મેન્સ વિ નાઈજીરિયા, સેમિ ફાઈનલ, રાત્રે 11.30થી

  • વેઈટ લિફ્ટિંગઃ અજય સિંઘ- મેન્સ 81 કિગ્રા ફાઈનલ, બપોરે 2.00થી, હરજિન્દર કૌરઃ મહિલાઓની 71 કિગ્રાની ફાઈનલ, રાત્રે 11.00થી

  • બેડમિંટનઃ મિક્સ ટીમ ઈવેન્ટની સેમિફાઈનલ બપોરે 3.30થી

  • બોક્સિંગઃ અમિત પંઘાલ વિ નામ્રી બેરી (વાનુટુ), સાંજે 4.45થી, મોહમ્મદ હુસામુદ્દિન વિ સલીમ હોસાન (બાંગ્લાદેશ), સાંજે 6.00થી. આશિષ કુમાર વિ ટાપાટુએટોઆ (નિઉ), રાત્રે 1.00થી

  • હોકીઃ ભારતીય મેન્ય ટીમ વિ ઈંગ્લેન્ડ, રાત્રે 8.30થી ગ્રુપ મેચ

  • જુડોઃ જસલીન સિંઘ સૈની, મેન્સ 66 કિગ્રી, બપોરે 2.30થી, વિજય કુમાર યાદવ મેન્સ 60 કિગ્રા, બપોરે 3.30થી, સુશીલા દેવી- મહિલાઓની 48 કિગ્રી કેટેગરી, સુચિકા તારિયાલ, મહિલાઓની 57 કિગ્રા કેટેગરી

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.