Naveen-ul-Haq Retirement: અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટર નવીન-ઉલ-હકે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. નવીને સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને કહ્યું કે તે વર્લ્ડ કપ 2023 પછી વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. નવીને માત્ર 24 વર્ષની ઉંમરે નિવૃત્તિનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. 


 






તેણે પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે ODIમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. પરંતુ T20 ઈન્ટરનેશનલમાં અફઘાનિસ્તાન તરફથી રમવાનું ચાલુ રાખશે. નવીન IPL 2023 દરમિયાન વિરાટ કોહલી સાથે ઝઘડાને લઈને ચર્ચામાં આવ્યો હતો.


હું મારા દેશ માટે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ


નવીને બુધવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ODIમાંથી નિવૃત્તિ અંગે વાત કરી હતી. નવીને લખ્યું, “મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. હું આ વર્લ્ડ કપ પછી વનડે ફોર્મેટમાંથી નિવૃત્ત થઈશ. જોકે, હું મારા દેશ માટે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. મારા માટે આ નિર્ણય લેવો આસાન નથી, પરંતુ મારી રમતગમતની કારકિર્દીને લંબાવવા માટે મારે આ નિર્ણય લેવો પડ્યો. હું અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું અને મારા તમામ ચાહકોને તેમના સમર્થન અને અતૂટ પ્રેમ માટે આભાર માનું છું.


આઈપીએલની 8 મેચમાં 11 વિકેટ લીધી છે


નવીન માત્ર 24 વર્ષનો છે અને તેણે અફઘાનિસ્તાન માટે 7 ODI મેચ રમી છે. આ દરમિયાન 14 વિકેટ લીધી છે. નવીનનું વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક મેચમાં 42 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. તેણે 27 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 34 વિકેટ લીધી છે. તેણે આઈપીએલની 8 મેચમાં 11 વિકેટ લીધી છે. નવીન લખનૌ સુપર જાયન્ટ્સનો ખેલાડી છે. આઈપીએલની છેલ્લી આવૃત્તિમાં વિરાટ કોહલી સાથેની ટક્કરના કારણે તે ઘણો ચર્ચામાં આવ્યો હતો. તેના કારણે વિરાટ અને ગંભીર પણ સામસામે આવી ગયા હતા. આ ઝઘડાએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન બનાવી હતી.


Rohit Sharma Record: સિક્સર કિંગ બન્યો રોહિત શર્મા, ઓસ્ટ્રેલિયા સામે નોંધાવ્યો અનોખો રેકોર્ડ


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial