Ajit Agarkar on Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ ટીમમાં એક નવો ઈતિહાસ રચાયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટેની ટીમમાં સીધું સ્થાન મળ્યું છે. IPL 2026 માં પોતાના બેટથી ધમાલ મચાવી ઓરેન્જ કેપ જીતનાર આ યુવા ખેલાડીની પસંદગી વિશે હવે BCCI ના ચીફ સિલેક્ટર અજિત અગરકરે મોટો ખુલાસો કર્યો છે. શનિવારે ભારતીય T20 ટીમની જાહેરાત થયા બાદ, અગરકરે જણાવ્યું કે કયા કારણોસર આટલી નાની ઉંમરે વૈભવ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

IPL ની શાનદાર સફર બની પસંદગીનું કારણ

પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા ચીફ સિલેક્ટર અજિત અગરકરે જણાવ્યું હતું કે, વૈભવને તેના શાનદાર પ્રદર્શનનું જ ઈનામ મળ્યું છે. IPL 2026 માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર વૈભવના વખાણ કરતા તેમણે કહ્યું, "અમે બધાએ જોયું છે કે આ છોકરો મેદાનમાં શું કરી શકે છે. તેણે એકલા હાથે રાજસ્થાન રોયલ્સને IPL ના પ્લેઓફમાં જીત અપાવી. આટલા યુવા ખેલાડી માટે મારે એ કહેવાની જરૂર જ નથી કે તે કેટલી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. માત્ર આ સિઝન જ નહીં, તેણે ગઈ સિઝનમાં પણ પોતાની પ્રતિભાની ઝલક બતાવી હતી."

Continues below advertisement
Continues below advertisement

અત્યંત પ્રેશરમાં પણ બતાવી અદભુત રમત

અગરકરે વધુમાં ઉમેર્યું, "વૈભવે સાબિત કરી દીધું છે કે IPL જેવા મોટા અને અત્યંત પ્રેશરવાળા સ્ટેજ પર તે કેટલો વિસ્ફોટક અને ખતરનાક બેટ્સમેન બની શકે છે. અમને તેના પર બહુ મોટી આશાઓ છે. ખરેખર, તેણે પોતાની રમતથી પોતાની જાતને બીજા કરતા સાવ અલગ જ સાબિત કરી દીધી છે. તેની ટેલેન્ટ આપણે સૌ જોઈ શકીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે જ્યારે તેને દેશ માટે રમવાની તક મળશે, ત્યારે પણ તે આવું જ દમદાર પ્રદર્શન કરશે."

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

ટેમ્પરામેન્ટ જોઈને સિલેક્ટર્સ મજબૂર થયા

પોતાની વાત પૂરી કરતા મુખ્ય પસંદગીકારે કહ્યું કે, "તમારા દેશ માટે રમવું એ કોઈ સહેલી વાત નથી, આ એક મોટો પડકાર હોય છે. પણ આ 15 વર્ષના યુવાને જેવો સ્વભાવ (ટેમ્પરામેન્ટ) બતાવ્યો છે, તેનાથી જ અમે તેને પસંદ કરવા માટે મજબૂર થઈ ગયા. T20 ક્રિકેટમાં તે જે રીતે રમી રહ્યો છે, તે જોઈને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. સિલેક્ટર્સ, BCCI અને કોચિંગ સ્ટાફ તરીકે હવે અમારી જવાબદારી છે કે અમે તેને સાચી દિશામાં આગળ વધવામાં પૂરી મદદ કરીએ."

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?