Team India Squad: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચ બાદ 3 મેચની T20 સીરીઝ અને 3 મેચોની ODI સીરીઝ રમવાની છે. આ બંને શ્રેણી માટે ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, પરંતુ આ વખતે પણ ટીમમાં એક વિસ્ફોટક ઓલરાઉન્ડરને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ હાલમાં જ આયર્લેન્ડ પ્રવાસમાં સ્થાન ન મળવા બદલ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
આ ઓલરાઉન્ડરને ફરી નજર અંદાજ કરવામાં આવ્યો
ભારતીય ટીમ 7 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમવાની છે, ત્યારબાદ વનડે સિરીઝ રમાશે. આઈપીએલમાં ધુમ મચાવનાર સ્ટાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાને આ બંને સીરીઝમાં જગ્યા મળી નથી. તેવટિયાએ આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પસંદ ન થવા પર નિરાશ થયા બાદ ટ્વિટર પર પોતાની ભડાસ કાઢી હતી, પરંતુ આ પ્રવાસમાં પણ પસંદગીકારો દ્વારા તેમને તક આપવામાં આવી નથી. નોંધનિય છે કે, IPL 2022માં તે મોટો મેચ વિનર સાબિત થયો હતો પરંતુ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં નથી આવી રહ્યો.
જાણો ટ્વિટર પર તેમણે શું લખ્યું હતું
ટીમ ઈન્ડિયાએ આઈપીએલ 2022 પછી આફ્રિકા સામે 5 મેચની ટી20 શ્રેણી રમી, ત્યારબાદ આયર્લેન્ડનો પ્રવાસ કર્યો અને હવે તે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ તમામ ટીમો સામે રાહુલ તેવટિયાને તક આપવામાં આવી નથી. આયર્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક ન મળ્યા બાદ ટ્વિટર પર લખ્યું કે, 'Expectations hurts'. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું હતું.
IPL 2022માં ટીમને ચેમ્પિયન બનાવી હતી
ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ IPL 2022માં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઘણી વખત હારેલી મેચને જીતમાં ફેરવી હતી. રાહુલ ટીઓટિયાએ આ વર્ષે ગુજરાત ટાઇટન્સ માટે IPL 2022ની 16 મેચોમાં 31ની સરેરાશ અને 147.61ની સ્ટ્રાઇક રેટથી 217 રન બનાવ્યા હતા. તેને હજુ પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળવાની રાહ છે.
આ પણ વાંચોઃ
Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના કેસ વધવા સાથે શું આવ્યા ચિંતાજનક સમાચાર ? જાણીને ચોંકી જશો
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા ભાજપના આ ધારાસભ્ય, જાણો કોણ છે Rahul Narvekar?
IND vs ENG: ચાલુ મેચમાં કોહલી અને બેયરસ્ટો સામ-સામે આવી ગયા, જુઓ કોહલીના આક્રમક અંદાજનો વીડિયો
ઉદયપુર હત્યાકાંડમાં મોટો ખુલાસો- ઉત્તરપ્રદેશના કાનપુરથી લાવ્યા હતા હથિયાર, સ્લીપર સેલની જેમ 40 લોકો કરતા હતા કામ