નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન રૉડ માર્શની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રૉડ માર્શને હાર્ટ એટેક આવતા તાત્કાલિક ધોરણે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. રૉડ માર્શને ગુરુવારે હાર્ટ એટેક આવતા ક્વીન્સલેન્ડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર છે.
74 વર્ષીય રૉડ માર્શ ક્વીન્સલેન્ડના બુન્ડાબર્ગમાં એક ચેરિટી ઈવેન્ટમાં જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. બાદમાં બુલ્સ માસ્ટર્સ ચેરિટી ઈવેન્ટના આયોજકો દ્વારા માર્શને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બકૌલ જીમીના કહેવા પ્રમાણે, ‘રોડ સવારે 10:05 વાગ્યે આવ્યો અને 10:30 વાગ્યે તેણે મને કારમાં બોલાવ્યો અને કહ્યું કે તે મારી સાથે બીયર પીવા માંગે છે, પછી ડેવ (ચેરિટી ઇવેન્ટના આયોજકોમાંથી એક) મને લઈ ગયો. કારમાં ફોન કરીને શું થયું તે જણાવ્યું. ડૉક્ટરે કહ્યું કે જો તેણે એમ્બ્યુલન્સની રાહ જોઈ હોત તો તેનો જીવ બચ્યો ન હોત.
વાઈડ બે હોસ્પિટલ અને હેલ્થ સર્વિસિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “74 વર્ષીય માર્શ હાર્ટ એટેકના લક્ષણો સાથે બુન્ડાબર્ગ હોસ્પિટલમાં છે, અને તેની હાલત ગંભીર છે.” માર્શે ઓસ્ટ્રેલિયા માટે 1970 થી 1984 વચ્ચે 96 ટેસ્ટ રમી હતી અને સ્ટમ્પ્ડ પાછળ 355 કેચ પકડ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર તરીકે પણ સેવા આપી હતી પરંતુ 2016માં પદ છોડ્યું હતું.
રોડ માર્શ ઓસ્ટ્રેલિયાનો ત્રીજો સૌથી સફળ વિકેટકીપર છે. તેણે એડમ ગિલક્રિસ્ટ (416) અને ઈયાન હીલી (395) બાદ વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કર્યા છે.
રોડ માર્શે ઓસ્ટ્રેલિયા માટે 96 ટેસ્ટ મેચોમાં વિકેટ પાછળ 355 શિકાર કર્યા છે. તે ઓસ્ટ્રેલિયાનો ત્રીજો સૌથી સફળ વિકેટકીપર છે. 74 વર્ષીય માર્શ ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમણે વર્ષ 2016માં આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ રોડની હાલતથી ચિંતિત છે.
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’