Steve Smith Mansion: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવી સ્મિથે (Steve Smith) સિડનીમાં એક હવેલી ખરીદી હતી, પરંતુ હવે ખબર આવી રહી છે કે, તેને આ મહેલી જેવી મોટી હવેલીને વેચી દીધી છે. ખરેખરમાં, સિડનીમાં (Sydney) આવેલી પોતાની હવેલીને સ્ટીવ સ્મિથે 12.38 મિલિયન ઓસ્ટ્રેલિયન ડૉલર (Australian Dollar)માં વેચી છે. વળી, જો ભારતીય રૂપિયા પ્રમામે તેની વાત કરવામાં આવે તે આ કિંમત 67 કરોડ રૂપિયા છે. સ્મિથે 2 વર્ષ પહેલા આ હવેલી ખરીદી હતી, પરંતુ હવે બેગણી કિંમત પર આ હવેલીને વેચવાની વાત કરવામાં આવી રહી છે. 


8.4 મિલિયન અમેરિકન ડૉલરની કિંમત પર વેચાઇ હવેલી -


જો આ હવેલીની વાત કરવામાં આવે તો આ મહેલ જેવી હવેલી ચાર બેડરૂમ ઉપરાંત ત્રણ બાથરૂમ છે. આ હવેલીને ખરીદવા માટે 4 પાર્ટીઓઓ ઓક્શનમાં ભાગ લીધો હતો. આ ઓક્શનની શરૂઆત 11.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડૉલરથી થઇ હતી. જ્યારે આ હવેલી 8.4 મિલિયન અમેરિકન ડૉલરની કિંમત પર વેચાઇ. સ્ટીવ સ્મિથ અને તેની પત્ની ડેની વિલ્સે વર્ષ 2020 માં આ હવેલી 6.6 મિલિયન અમેરિકન ડૉલરમાં ખરીદી હતી. આ હવેલી આધુનિક સુવિધાઓ વાળી છે. 


આધુનિક સુવિધાઓ વાળી છે આ હવેલી -


ખરેખરમાં આ હવેલી 766 સ્ક્વેર મીટરમાં બનેલી છે. આ હવેલીમાં તમામ આધુનિક સુખ સુવિધાઓની વ્યવસ્થા છે. આમાં એક સિનેમાહૉલ (Cinema Hall) ઉપરાંત હીટેડ પુલ લગાવવાની જગ્યા છે. આ ઉપરાંત કેટલાય શાનદાર નજારા છે, જે આંખોને સુકુન આપે છે. સ્ટીવ સ્મિથ (Steve Smith) અને તેની પત્ની લગભગ 560 હજાર અમેરિકન ડૉલર (US Dollar) આ હવેલીની સારસંભાળ પર ખર્ચ કર્યો હતો. આ આ કારણથી ઓક્શન દરમિયાન હવેલીની બિલ્ડિંગ 11.5 મિલિયન અમેરિકન ડૉલરથી શરૂ થઇ. 


આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર