ICC T20 Rankings: T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ વિશ્વનો નંબર 1 ક્રિકેટર છે. પરંતુ એશિયા કપમાં ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમનું આ સ્થાન ખતરામાં છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ભારતના તુફાની બેટ્સમેન સુર્યકુમાર યાદવ ICC T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બનવાની ખૂબ નજીક છે.


બાબર આઝમ એશિયા કપની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. બીજી તરફ મોહમ્મદ રિઝવાન એશિયા કપમાં સૌથી વધુ 192 રન બનાવનાર બેટ્સમેન છે. સુર્યકુમાર યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે ત્રણ ઇનિંગ્સમાં 99 રન બનાવ્યા છે. બુધવારે જાહેર થનારી ICC T20 રેન્કિંગમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળી શકે છે.


T20 રેન્કિંગની વાત કરીએ તો બાબર આઝમ અત્યારે 810 પોઈન્ટ સાથે નંબર વન છે. બીજા સ્થાને મોહમ્મદ રિઝવાન છે જેના 796 પોઈન્ટ છે. ત્રીજા નંબર પર સૂર્યકુમાર યાદવ છે. સૂર્યકુમાર યાદવના હાલમાં 792 પોઈન્ટ છે.


સુર્યકુમાર યાદવ પાસે પણ તક છે


એશિયા કપની શરૂઆત પહેલા એવું માનવામાં આવતું હતું કે બાબર આઝમ અને સુર્યકુમાર યાદવ વચ્ચે નંબર વનની લડાઈ છે. પરંતુ શાનદાર ફોર્મ બતાવી રહેલા મોહમ્મદ રિઝવાને આ રેસમાં પોતાની જાતને સૌથી આગળ મૂકી દીધી છે. મોહમ્મદ રિઝવાને સતત બે અડધી સદી ફટકારી છે.


વિરાટ કોહલીની ટોપ 10 બેટ્સમેનોમાં વાપસી થઈ શકે 


જો રિઝવાન બુધવારે જાહેર થનારી રેન્કિંગમાં બાબર આઝમને હરાવી દેશે તો છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર બાબર આઝમ નંબર વનનું સ્થાન ગુમાવશે. બાબર આઝમના નામે 1000 દિવસ સુધી નંબર વન બેટ્સમેન બાકી રહેવાનો રેકોર્ડ છે. જો મંગળવારની શ્રીલંકા સામેની મેચમાં સુર્યકુમાર યાદવ પણ મોટી ઇનિંગ રમે છે તો તે પણ નંબર 1નું સ્થાન મેળવી શકે છે. એટલું જ નહીં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું પણ લાંબા સમય બાદ ટોપ 10 બેટ્સમેનોમાં વાપસી થવાની પુરી શક્યતા છે.


આ પણ વાંચો.....


Corona Vaccine: ભારતની પ્રથમ નાક વાટે આપવામાં આવતી કોરોના રસીને મળી Emergency Use ની મંજૂરી


Ceasefire Violation: દોઢ વર્ષમાં પહેલીવાર સીઝફાયરનું ઉલ્લંઘન, પાકિસ્તાને સરહદ પર કર્યો ગોળીબાર