IND vs PAK in Asia Cup 2022: ક્રિકેટ ફેન્સને જલદી જ ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. બન્ને ટીમો આગામી એશિયા કપમાં આમને સામને આવી શકે છે, હવે આ મેચને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ઓગસ્ટના અંતમાં આ મહામુકાબલો રમાઇ શકે છે. ખરેખરમાં, આ વર્ષના એશિયા કપ 2022 (Asia Cup 2022)માં રૂપરેખા લગભગ તૈયાર થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં રમાવવાની લગભગ નક્કી થઇ ગઇ છે, અને શિડ્યૂલ પર પણ વાત પાક્કી થઇ ગઇ છે. 


રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે BCCI તરફથી શ્રીલંકામાં એશિયા કપના આયોજનને લઇને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તા મેચ પર સહમતિ બની ગઇ છે. 


28 ઓગસ્ટે રવિવાર છે, આવામાં ભારત-પાકિસ્તાનની ટક્કર માટે બેસ્ટ દિવસ બીજો કોઇ ના હોઇ શકે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ બ્રૉડકાસ્ટર્સ અને સ્ટ્રીમિર્સ ઇચ્છ છે કે રજાના આ દિવસનો યોગ્ય ઉપયોગ કરી લેવામાં આવે, ભારત-પાકિસ્તાનની મેચ રવિવારે રાખવાથી વધુ ટીઆરપી અને રેવન્યૂ જનરેટ થવાની આશા છે. 


એશિયા કપ (Asia Cup 2022) માટે યજમાન શ્રીલંકાની સાથે સાથે ટીમ ઇન્ડિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાની પોતાની જગ્યા કરી લીધી છે. વળી, યુએઇ, નેપાલ, ઓમાન, હોંગકોંગ અને બાકી ટીમોની વચ્ચે ક્વૉલિફાયર મેચ રમાશે. આ મેચો 21 ઓગસ્ટથી શરૂ થવાની વાત કહેવામાં આવી રહી છે. 


આ પણ વાંચો.......... 


ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો


DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?


IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ


સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો


Rohit Sharma: ઇગ્લેન્ડ સામે મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ- ‘ સમય બતાવશે કે આ હારની શું અસર થશે’


આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?