Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ પ્રવાસ પર એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે, પરંતુ તે પહેલા વિરાટ કોહલીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે ટીમ ઇન્ડિયા માટે છેલ્લી નિર્ણાયક ટેસ્ટ પહેલા એક મોટો ઝટકો સાબિત થઇ શકે છે. ઇંગ્લિશ ટીમ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટની શરૂઆત 1લી જુલાઇથી થશે અને 5 જુલાઇ સુધી ચાલશે. 


પરંતુ આ બધાની વચ્ચે વિરાટ કોહલીના કોરોના રિપોર્ટે ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે તેને માલદીવથી પરત ફર્યા બાદ કોરોના થયો હતો, પરંતુ તેમ છતાં તે સાથી ખેલાડીઓ સાથે પ્રવાસ પર પહોંચ્યો અને બીસીસીઆઇએ પણ ખબરનો ખુલાસો ના થવા દીધો.


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે કે, વિરાટ કોહલી માલદીવથી પરત પહોંચ્યા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો, પરંતુ લંડન પહોંચ્યા બાદ આની પુષ્ટી થઇ. પરંતુ હાલમાં તે આ બિમારીમાંથી બહાર નીકળી ગયો છે અને રમવા માટે પુરેપુરો ફિટ છે. રિપોર્ટનુ માનીએ તો રવિચંદ્રન અશ્વિન પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા કોરોનાથી સંક્રમિત થયો હતો, એટલા માટે તેને સાથી ખેલાડીઓની સાથે જવાનો ઇનકાર કરી દીધુ હતુ. 


આ ખેલાડીઓ પણ પહોંચ્યા હતા- 
કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને શ્રેયસ અય્યર સિવાય અન્ય તમામ ખેલાડીઓ 16 જૂને લંડન પહોંચ્યા હતા. આ પછી હિટમેન 18 જૂને લંડન પહોંચ્યો હતો. હવે તમામ ખેલાડીઓ લેસ્ટર પહોંચી ગયા છે. અહીં ટીમ ઈન્ડિયા 24 જૂનથી કાઉન્ટી ટીમ લેસ્ટર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. તે જ સમયે, આફ્રિકા શ્રેણી સમાપ્ત થયા પછી, કોચ દ્રવિડ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત સોમવારે લેસ્ટર પહોંચ્યા છે.


ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટમેન), કેએસ ભરત (વિકેટકીન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, ફેમસ ક્રિષ્ના.


આ પણ વાંચો...... 


આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન


Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા


LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?


પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર


Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?


IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન