Asia Cup 2022: ગઇકાલથી છ ટીમો વચ્ચે એશિયા કપ 2022 જીતવા માટે જંગ જામી ગયો છે, પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને માત આપીને વિજયી શરૂઆત કરી દીધી છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિજયી શરૂઆત કરવાનો મોકો છે. આજે સાંજે 7.30 કલાકે દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાનની મેચ ક્રિકેટ ફેન્સ માટે બહુ ખાસ મનાય છે. આવી ખાસ મેચો બહુ ઓછી જોવા મળે છે, પરંતુ જો અહીં બતાવવામાં આવેલુ ગણિત સાચુ પડી છે તો આગમી બે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ ચાર થી પાંચ હાઇવૉલ્ટેજ મુકાબલા જોવા મળી શકે છે. જાણો કઇ રીતે......... 


એશિયા કપ - સુપર 4માં ફરીથી સામ-સામે હોઈ શકે છે ભારત-પાકિસ્તાન - 
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમને એક ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ટના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમશે. આ પછી સુપર 4માં બંને ટીમે એકવાર ફરીથી ટકરાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, બંને ગ્રુપમાં 2-2 ટીમો આગળના રાઉન્ટ માટે ક્વોલીફાઈ કરશે. જો કોઈ અપસેટ ના સર્જાય તો ભારત અને પાકિસ્તાનની મેચ 4 સપ્ટેમ્બરના રોજ હોઈ શકે છે.


11 સપ્ટેમ્બરે રમાશે ફાઈનલ મેચ - 
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનની દાવેદારી ખુબ જ મજબુત ગણવામાં આવી રહી છે. પરંતુ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમોને નજરઅંદાજ ના કરી શકાય. હકીકતમાં એશિયા કપ 2022માં સેમી ફાઈનલનું ફોર્મેટ નથી. આ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, અહિયાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હોઈ શકે છે. તો જો બાકીની ટીમોની વાત કરીએ તો, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમો ભલે મજબૂત દાવેદાર ના હોય પરંતુ આ ટીમોનો દિવસ હોય તો તે કોઈને પણ હરાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, એશિયા કપ 2022ની ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.


ઉપર જણાવ્યા અનુસાર એશિયા કપમાં કોઇ અપસેટ સર્જાય નહીં અને સૂચવેલા ગણિત પ્રમાણે હાર-જીત થાય છે, તો ભારત-પાકિસ્તાન ત્રણથી ચારવાર આમને-સામને આવી શકે છે. આ ઉપરાંત આગામી ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડકપ 2022ની ઓસ્ટ્રેલિયામાં શરૂઆત થઇ રહી છે. આ ટી-20 વર્લ્ડ કપ 2022માં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરી એકવાર મેચ રમાશે. આમ કુલ મળીને આગામી બે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ ચારથી પાંચ હાઇવૉલ્ટેજ મેચો જોવા મળી શકે છે. 


આ પણ વાંચો........... 


UNESCO Heritage List : 2023માં ગુજરાતના ગરબા યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ, જાણો સમગ્ર વિગત


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ


Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ


Asia Cup History: જાણો ક્યારે કઇ ટીમે કર્યો એશિયા કપનો બહિષ્કાર, કઇ ટીમ રમી છે ટૂર્નામેન્ટની તમામ સિઝન, જાણો પુરેપુરી કહાણી


Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ