IND vs PAK, Asia Cup 2022: એશિયા કપમાં (Asia Cup 2022) ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થઇ થવા જઇ રહ્યો છે, મેચની તમામ ટિકીટો અગાઉથી વેચાઇ ગઇ છે, સ્ટેડિયમ ફૂલ છે, ત્યારે આ બધાની વચ્ચે સવાલ થાય છે કે આજની મેચમાં હવામાન અને પિચ શું ભાગ ભજવશે. શનિવાર અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ લૉ સ્કૉરિંગ રહી તો આજની ભારત -પાકિસ્તાન મેચ કેવી રહશે. આ તમામ સવાલોના જવાબ અહીં આ રિપોર્ટમાં મળી રહ્યાં છે, જાણો દુબઇનુ હવામાન અને પિચ રિપોર્ટ કેવો છે.....
આજની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, આ પહેલા ટૉસ થશે.
કેવી છે પીચ ને વરસાદ પડશે કે નહીં ?
રિપોર્ટ અનુસાર, દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજની જેટલી પણ મેચો રમાઇ છે, તે તમામમાં બીજી બેટિંગ કરનારી ટીમનો ફાયદો થયો છે, રાત્રે અહીં સામાન્ય ભેજ રહે છે, જે બૉલરોને મુસ્કેલી ઉભી કરી છે અને બેટ્સમેનોને મદદરૂપ સાબિત થાય છે.
આ પિચ પર શરૂઆતમાં ફાસ્ટ બૉલરો અને પછી સ્પિનર્સને મદદ મળે છે, બીજી ઇનિંગમાં બેટિંગ આસાન બની જાય છે. ટૉસ જીતીનારી ટીમ અહીં પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે.
હવામાનની વાત કરીએ તો અહીં દુબઇમાં હાલના સમયમાં ભયાનક ગરમી પડી રહી છે, અહીં સાંજે તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહે છે, જેથી અહીં વરસાદની શક્યતા નહિવત છે.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ