IND-W vs SL-W Final: પહેલીવાર એશિયા કપ ચેમ્પિયન બન્યું શ્રીલંકા, ફાઇનલમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું

India vs Sri Lanka Live: મહિલા એશિયા કપ 2024ની ફાઇનલ આજે એટલે કે 28મી જુલાઇ રવિવારના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 Jul 2024 06:19 PM
શ્રીલંકાએ પહેલીવાર એશિયા કપ ટાઇટલ જીત્યુ 

એશિયા કપ 2024ની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું છે. આ રીતે શ્રીલંકાએ પ્રથમ વખત એશિયા કપ જીત્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

એશિયા કપઃ શ્રીલંકાએ ખિતાબ જીત્યો 

ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવીને મહિલા એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ મેચમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું છે.

રોમાંચક બની ફાઇનલ 

શ્રીલંકાનો સ્કૉર 16 ઓવર બાદ 2 વિકેટે 132 રન છે. હવે શ્રીલંકાને 24 બોલમાં 34 રનની જરૂર છે. જ્યારે શ્રીલંકા તરફથી હર્ષિતા સમરવિક્રમા અને કવિસા દિલહારી ક્રિઝ પર છે.

શ્રીલંકા 14 ઓવર બાદ 113/2

14 ઓવર પછી શ્રીલંકાનો સ્કૉર 2 વિકેટે 113 રન છે. હાલમાં હર્ષિતા સમરવિક્રમા 36 બોલમાં 44 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે કવિશા દિલહારીએ 8 બોલમાં 12 રન બનાવ્યા હતા.

શ્રીલંકાને 42 બૉલમાં 67 રનની જરૂર 

શ્રીલંકાએ 13 ઓવર બાદ બે વિકેટે 99 રન બનાવ્યા છે. હાલમાં કવિશા દિલહારી ત્રણ રન બનાવીને ક્રીઝ પર છે અને હર્ષિતા સમરવિક્રમાએ 30 રન બનાવ્યા છે. શ્રીલંકાને હવે 42 બોલમાં 67 રનની જરૂર છે.

13 ઓવર બાદ શ્રીલંકાનો સ્કૉર 99/2 

13 ઓવર પછી શ્રીલંકાનો સ્કૉર 2 વિકેટે 99 રન છે. જો કે ભારત માટે રાહતની વાત છે કે શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુ પેવેલિયન પરત ફરી છે.

શ્રીલંકાને જીત માટે 10 ઓવરમાં 86 રનની જરૂર 

શ્રીલંકાનો સ્કૉર 10 ઓવર પછી 80 રન છે. હવે શ્રીલંકાને છેલ્લા 60 બોલમાં 86 રનની જરૂર છે. હાલમાં ચમરી અટાપટ્ટુ 34 બોલમાં 51 રન બનાવ્યા બાદ રમી રહી છે. જ્યારે હર્ષિતા સમરવિક્રમા 24 બોલમાં 26 રન બનાવીને નોટઆઉટ છે.

શ્રીલંકાનો સ્કૉર 8 ઓવર બાદ 61/1

શ્રીલંકાનો સ્કૉર 8 ઓવર પછી 1 વિકેટે 61 રન છે. દીપ્તિ શર્માએ આઠમી ઓવરમાં 8 રન બનાવ્યા હતા. આ સમયે શ્રીલંકાને 68 બોલમાં 98 રન બનાવવાના છે.

5મી ઓવરમાં આવ્યા 5 રન

ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 5મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં 5 રન બનાવ્યા હતા. હવે શ્રીલંકાનો સ્કોર 5 ઓવર પછી 1 વિકેટે 28 રન છે. શ્રીલંકા તરફથી હર્ષિતા સમરવિક્રમા અને ચમારી અટાપટુ ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા 

ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે. શ્રીલંકાના ઓપનર વિશ્મી ગુણારત્ને રનઆઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. હવે શ્રીલંકાનો સ્કોર 2 ઓવર પછી 1 વિકેટે 7 રન છે.

શ્રીલંકાની બેટિંગ શરૂ, પ્રથમ ઓવરમાં 5 રન 

શ્રીલંકાના ઓપનર ચમારી અટાપટુ અને વિશાકી ગુણારત્નેએ પ્રથમ ઓવરમાં 5 રન બનાવ્યા હતા. ભારત તરફથી પ્રથમ ઓવર રેણુકાસિંહ ઠાકુરે ફેંકી હતી. ચમારી અટાપટુએ આ ઓવરમાં 1 ચોગ્ગો માર્યો હતો. આ સિવાય એક સિંગલ આવ્યો હતો.

Paris Olympics 2024 Live Updates: બોક્સિંગમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નિખત ઝરીન

મહિલા બોક્સિંગમાં ભારતની સ્ટાર નિખત ઝરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 28 વર્ષના નિખતે જર્મન બોક્સર સામે 5-0થી જીત મેળવી હતી. આખો દેશ નિખત પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખી રહ્યો છે. 

ભારતે શ્રીલંકાને આપ્યો 166 રનોનો ટાર્ગેટ 

ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. આ રીતે શ્રીલંકાને પ્રથમ વખત એશિયા કપ ચેમ્પિયન બનવા માટે 166 રનની જરૂર છે. ભારત તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે આ સિવાય ઉમા છેત્રી, હરમનપ્રીત કૌર અને શેફાલી વર્માએ નિરાશ કર્યા હતા. પરંતુ જેમિમાહ રોડ્રિગ્સ બાદ રિચા ઘોષે છેલ્લી ઓવરોમાં શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 16 બોલમાં 29 રન બનાવ્યા હતા. જ્યારે રિચા ઘોષે 14 બોલમાં 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કવિશા દિલહારીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય ઉદેશિકા પ્રબોધની, સચિની નિશાંક અને ચમારી અટ્ટાપથુએ 1-1 વિકેટ લીધી હતી.

શાનદાર ફિફ્ટી બાદ સ્મૃતિ મંધાના આઉટ 

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી છે. સ્મૃતિ મંધાનાએ 47 બૉલમાં 60 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. હવે ભારતનો સ્કૉર 18 ઓવર પછી 5 વિકેટે 140 રન છે. હાલમાં ભારત તરફથી ઋચા ઘોષ અને પૂજા વસ્ત્રાકર ક્રિઝ પર છે.

જેમિમા રૉડ્રિગ્સ આઉટ 

ભારતીય ટીમને ચોથો મોટો ઝટકો લાગ્યો છે, શાનદાર બેટિંગ કરી રહેલી જેમિમા રૉડ્રિગ્સ 16 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફરી છે. અત્યારે ભારતનો સ્કૉર 16.4 ઓવરમાં 4 વિકેટે 133 રન છે.

ભારતનો સ્કૉર 16 ઓવર બાદ 127/3

ભારતનો સ્કૉર 16 ઓવર પછી 3 વિકેટે 127 રન છે. સ્મૃતિ મંધાના 45 બોલમાં 60 રન બનાવીને રમી રહી છે. વળી, જેમિમાહ રોડ્રિગ્સે 15 બોલમાં 28 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 25 બોલમાં 40 રનની ભાગીદારી થઈ છે.


 

ભારતનો સ્કૉર 100 રનને પાર

સુગંદિકા કુમારીએ 14મી ઓવરમાં 10 રન બનાવ્યા હતા. હવે ભારતનો સ્કોર 14 ઓવર પછી 3 વિકેટે 100 રન છે. સ્મૃતિ મંધાના 41 બોલમાં 57 રન બનાવીને રમી રહી છે. વળી, જેમિમાહ રોડ્રિગ્સે 6 બોલમાં 5 રન બનાવ્યા છે.

સ્મૃતિ મંધાનાની દમદાર ફિફ્ટી 

સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે અડધી સદી ફટકારી છે. ભારતે 13 ઓવરના અંતે 3 વિકેટે 90 રન બનાવ્યા છે.

કેપ્ટન હરમનપ્રીત આઉટ

ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર 11 બૉલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફરી છે. સચિની નિશંકાએ હરમનપ્રીત કૌરને પોતાનો શિકાર બનાવી હતી. હવે ભારતનો સ્કૉર 12 ઓવર પછી 3 વિકેટે 87 રન છે.

ભારતનો સ્કૉર 10 ઓવર બાદ 68/2

ભારતીય ટીમનો સ્કૉર 10 ઓવર પછી 2 વિકેટે 68 રન છે. સ્મૃતિ મંધાના 29 બોલમાં 38 રન બનાવીને ક્રિઝ પર છે. વળી, ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર 5 બોલમાં 3 રન બનાવીને રમી રહી છે.

બીજો ઝટકો, ઉમા છેત્રી પેવેલિયન પરત ફરી 

સારી શરૂઆત બાદ ભારતની ઇનિંગ ખોરવાઈ ગઇ છે અને શેફાલી વર્મા બાદ ઉમા છેત્રી પણ પેવેલિયન પરત ફરી છે. શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ઉમાને LBW આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. ઉમા 7 બોલમાં 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

ભારતને પ્રથમ ઝટકો, શેફાલી આઉટ 

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શેફાલી વર્મા 19 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. કવિશા દિલહારીએ શેફાલી વર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. હવે ભારતનો સ્કોર 7 ઓવર પછી 1 વિકેટે 48 રન છે. હાલ સ્મૃતિ મંધાના અને ઉમા છેત્રી ક્રિઝ પર છે.

એશિયા કપ ફાઇનલ- ભારતની બેટિંગ શરૂ

શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમની ઇનિંગની શરૂઆત થઇ ગઇ છે. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઇનિંગની શરૂઆત કરવા આવ્યા છે.

એશિયા કપ ફાઇનલ- ભારતની બેટિંગ શરૂ

શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમની ઇનિંગની શરૂઆત થઇ ગઇ છે. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઇનિંગની શરૂઆત કરવા આવ્યા છે.

ભારત મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન 

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ઉમા છેત્રી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુર સિંહ.

શ્રીલંકા મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન 

વિશ્મી ગુણારત્ને, ચમારી અથપથ્થુ (કેપ્ટન), હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), હસીની પરેરા, સુગંધિકા કુમારી, ઈનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધની, સચિની નિસાન્સલા.

ભારતે ટૉસ જીત્યો, બેટિંગનો નિર્ણય 

મહિલા એશિયા કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતે ટાઈટલ મેચમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આઠમી વાર ખિતાબ કબજે કરવા પર ભારતની નજર

આ વખતે ટૂર્નામેન્ટની 9મી આવૃત્તિ રમાઈ રહી છે. અત્યાર સુધી યોજાયેલી 8 એડિશનમાં ટીમ ઈન્ડિયાએ 7 વખત ટાઈટલ જીત્યું છે, જ્યારે બાંગ્લાદેશ એક વખત ચેમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી રમાયેલ તમામ 8 એશિયા કપમાં ફાઇનલમાં પહોંચી છે.

દામ્બુલામાં બન્ને ટીમો તૈયાર

મહિલા એશિયા કપ 2024ની ફાઇનલ આજે એટલે કે 28મી જુલાઇ રવિવારના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. બંને વચ્ચે ટાઈટલ ટક્કર દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. મહિલા એશિયા કપના અત્યાર સુધી 7 ટાઈટલ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા આ વખતે આઠમા ટાઈટલ તરફ જોવા ઈચ્છે છે. બીજી તરફ શ્રીલંકાએ એક પણ વખત ટાઈટલ જીત્યું નથી.

ભારતનો એશિયા કપમાં રહ્યો છે દબદબો

મહિલા એશિયા કપમાં અત્યાર સુધીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 5 ફાઈનલ મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ દરેક વખતે ટાઈટલ મેચમાં જીત મેળવી છે. આ પહેલા 2022માં રમાયેલી ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે ટ્રોફી જીતી હતી.

બ્રેકગ્રાઉન્ડ

India vs Sri Lanka Live: મહિલા એશિયા કપ 2024ની ફાઇનલ આજે એટલે કે 28મી જુલાઇ રવિવારના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. બંને વચ્ચે ટાઈટલ ટક્કર દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. મહિલા એશિયા કપના અત્યાર સુધી 7 ટાઈટલ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા આ વખતે આઠમા ટાઈટલ તરફ જોવા ઈચ્છે છે. બીજી તરફ શ્રીલંકાએ એક પણ વખત ટાઈટલ જીત્યું નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.