નવી દિલ્હીઃ માલદીવમાં પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાને એક મોટુ સન્માન મળ્યુ છે, તેને અહીં સ્પોર્ટ્સ આઇકૉન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ ખાસ સન્માન માટે 16 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને નૉમિનેટ કરવામાં આવ્યા હતા, જેમાં ક્રિકેટની સાથે સાથે ફૂટબૉલ જગત અને એથ્લેટિક્સ પણ સામેલ હતા. 


સુરેશ રૈનાને આ સન્માન માલદીવમાં આયોજિત થયેલા સ્પોર્ટ્સ એવોર્ડ 2022માં આપવામાં આવ્યુ. આ એવોર્ડ સેરેમનીનુ આયોજન 17 માર્ચે કરવામાં આવ્યુ હતુ. એવોર્ડ મેળવ્યા બાદ સુરેશ રૈનાએ એક ટ્વીટ દ્વારા માલદીવના રાષ્ટ્રપતિ અને રમત મંત્રીને સન્માન માટે ધન્યવાદ કહ્યું. રૈનાએ લખ્યું-  આદરણીય ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને અહેમદ મહલૂફને ધન્યવાદ. ગ્લૉબલ પ્લેટફોર્મ પર વર્લ્ડ ચેમ્પિયનસની વચ્ચે ભારતને રિપ્રેઝન્ટ કરવાની ફિલિંગ અદભૂત છે. બેસ્ટ એવોર્ડ સેરેમની આયોજિત કરવા માટે ઘણીબધી શુભેચ્છાઓ. 






 


મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતો-
સુરેશ રૈના સમગ્ર વિશ્વમાં મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાય છે અને તેની પાછળનું કારણ એ છે કે આઈપીએલમાં તેમનો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. તેણે આ લીગમાં 205 મેચ રમી છે જેમાં તેણે 32.51 ની સરેરાશ અને 136.76 ની સ્ટ્રાઇક રેટથી 5528 રન બનાવ્યા છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે વિરાટ કોહલી પછી બીજા ક્રમે છે. પરંતુ આ વર્ષે તેણે 12 મેચમાં 17.77 ની સરેરાશ અને 125.00 ની સ્ટ્રાઇક રેટથી માત્ર 160 રન બનાવ્યા.


રૈનાની ક્રિકેટ કેરિયર.... 
34 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.


આ પણ વાંચો............


2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી


આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ


ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો


ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર


SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ


પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........