CSK vs GT IPL 2023 Final LIVE: અમદાવાદમાં વરસાદના કારણે આજે નહી રમાય ફાઈનલ મેચ, રિઝર્વ ડે પર થશે ચેમ્પિયનનો નિર્ણય

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

gujarati.abplive.com Last Updated: 28 May 2023 11:03 PM
આજે ફાઈનલ મેચ નહી રમાય
અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે આજે આઈપીએલની ફાઈનલ મેચ નહી રમાય.  આ મેચ આવતીકાલે એટલે કે સોમવારે (29 MAy) રીઝર્વ ડે પર રમાશે. 

 
CSK vs GT IPL ફાઇનલ લાઇવ સ્કોર: ઓવર કટ થવાનું શરૂ 


વરસાદના કારણે મેચ હજુ શરૂ થઈ નથી. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવે ઓવર કટિંગ શરૂ થઈ ગયું છે. જો મેચ રાત્રે  10 વાગ્યે શરૂ થાય છે તો 17 ઓવરની અને જો તે 10:30 વાગ્યાથી શરૂ થાય છે તો 15 ઓવરની મેચ શક્ય બનશે. 

અમદાવાદ શહેરમાં વરસાદ
કરા સાથે ધોધમાર વરસાદ

CSK vs GT IPL 2023 Final LIVE: અમદાવાદ શહેરમાં ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  IPLની ફાઈનલ મેચ પર સંકટ જોવા મળી રહ્યું છે. નરેંદ્ર મોદી સ્ટેડિયમ પાસે પણ વરસાદ વરસી રહ્યો છે.  

અમદાવાદમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી

ક્રિકેટ રસીકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. 

ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મુકાબલાને લઈ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. લોકો સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે.  

ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઈનલ

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ચેન્નાઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. તે સતત બીજી વખત વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે. 

બ્રેકગ્રાઉન્ડ

CSK vs GT IPL 2023 Final LIVE Score: IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. રવિવારે (28 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ચેન્નાઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. તે સતત બીજી વખત વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે. 


ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત હેડ ટૂ હેડ - 


ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચારવાર આમને-સામને આવી ચૂકી છે, જેમાં ગુજરાત 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.


ચેન્નાઇ વિરુદ્ધ પ્લેઓફમાં ગુજરાતની થઇ હતી હાર  - 


બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેએ ક્વૉલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.


10મી વાર ફાઇનલ રમશે ચેન્નાઇ 


ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી વાર ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે. બીજીબાજુ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાતની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ IPL 2022ની ફાઇનલમાં ગુજરાતે વિજય મેળવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત અને ચેન્નાઈમાં આ વખતે કઈ ટીમ જીતે છે.


આ ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. એવું માનવામાં આવે છે કે IPL 2023ના સમાપન સમારોહમાં બૉલીવુડની હસ્તીઓ, ગાયકો અને કલાકારો પરફોર્મ કરશે. IPL 2023નો સમાપન સમારોહ 28 મેએ સાંજે 6 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.


 


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.