IPL 2023 Final Live: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવી IPL 2023નો ખિતાબ જીત્યો, રવિંદ્ર જાડેજાએ અપાવી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

gujarati.abplive.com Last Updated: 30 May 2023 01:47 AM
ચેન્નાઈએ પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો
CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી

રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી બતાવી. છેલ્લા બોલ પર સીએસકેને જીતવા માટે ચાર રનની જરૂર હતી. CSKએ ચાર રન બનાવ્યા અને ગુજરાતને પાંચ વિકેટે હરાવ્યું. CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી છે. રવિન્દ્ર જાડેજાએ 6 બોલમાં 15 રનની અણનમ ઇનિંગ રમી હતી. 

CSKએ IPL 2023નો ખિતાબ જીત્યો

ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. રવિંદ્ર જાડેજાએ ચેેન્નાઈ સુપર કિંગ્સને શાનદાર જીત અપાવી છે.  છેલ્લા બોલ પર રવિંદ્ર જાડેજાએ ટીમને જીત અપાવી હતી. 

સુપર કિંગ્સને જીતવા માટે 6 બોલમાં 13 રનની જરુર

ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 6 બોલમાં 13 રનની જરુર છે. રવિંદ્ર જાડેજા અને શિવમ દુબે રમતમાં છે.  

મોહિત શર્માને બે બોલમાં બે વિકેટ મળી

ધોની પહેલા બોલ પર જ પેવેલિયન પરત ફર્યો હતો. મોહિત શર્માને બે બોલમાં બે વિકેટ મળી હતી. CSKનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 150 રન છે. બે ઓવરમાં CSKને જીતવા માટે 21 રન બનાવવાની જરૂર છે. 

ચેન્નઈને જીતવા 29 બોલમાં 58 રનની જરુર

CSKના 10 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે. 10 ઓવર પછી CSKનો સ્કોર બે વિકેટના નુકસાને 112  રન છે. ચેન્નઈને જીતવા 29 બોલમાં 58 રનની જરુર છે. રહાણે અને શિવમ દુબે હાલ રમતમાં છે. 

ડેવોન કોનવે આઉટ

ચેન્નાઈ સુપર કિંગ્સને સાતમી ઓવરમાં બે ઝટકા લાગ્યા.  નૂર અહેમદે આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડ અને પછી ડેવોન કોનવેને આઉટ કર્યો હતો.

CSKની પહેલી વિકેટ પડી

CSKની પહેલી વિકેટ પડી છે. નૂર અહેમદે ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન પરત મોકલી દીધો છે. CSKએ 6.3 ઓવરમાં 74 રન બનાવ્યા છે. શિવમ દુબે બેટિંગ કરવા આવ્યો છે.

ગાયકવાડ અને કોનવે બંને રમતમાં

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 6 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 72 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ અને કોનવે બંને રમતમાં છે. કોનવેએ 22 બોલમાં 44 રન બનાવ્યા છે. 

ચાર ઓવર પછી ચેન્નાઈ 52/0

પાવરપ્લેની ચાર ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવી લીધા છે. હવે CSKને 11 ઓવરમાં એટલે કે 66 બોલમાં 119 રનની જરૂર છે. ઋતુરાજ ગાયકવાડ 12 બોલમાં 23 રન અને ડેવોન કોનવે 12 બોલમાં 27 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

વરસાદ બાદ મેચ ફરી શરુ

વરસાદ બાદ મેચ ફરી શરુ થઈ ગઈ છે. ઋતુરાજ ગાયકવાડ અને કોનવે બંને રમતમાં છે. ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે 80 બોલમાં 153 રનની જરુર છે. 

મેચ 12.10 વાગ્યે શરૂ થશે

મેચ 12.10 વાગ્યે શરૂ થશે. ચેન્નાઈની સામે ડકવર્થ લુઈસ નિયમ મુજબ 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ છે. ચેન્નાઈએ અત્યાર સુધી ત્રણ બોલમાં ચાર રન બનાવ્યા છે. 

વરસાદના કારણે મેચ રોકાઈ 

ચેન્નાઈની ઇનિંગ્સ શરૂ થતાં જ ભારે વરસાદે ફરી એકવાર મેચમાં વિક્ષેપ પાડ્યો હતો. ચેન્નાઈની ઈનિંગની એક ઓવર પણ પૂરી થઈ શકી નથી. મોહમ્મદ શમીએ ત્રણ બોલ ફેંક્યા અને ચેન્નાઈએ વિકેટ ગુમાવ્યા વિના ચાર રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ક્રિઝ પર છે. 

ગુજરાતે ચેન્નાઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો

શાનદાર બેટિંગ કરતાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા. આઈપીએલ ફાઇનલમાં આ સૌથી મોટો સ્કોર છે. અગાઉ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે  ફાઇનલમાં 20 ઓવરમાં સાત વિકેટે 208 રન બનાવ્યા હતા.

સાઈ સુદર્શનની અડધી સદી

સાઈ સુદર્શને 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ચોગ્ગા સાથે ફિફ્ટી ફટકારી હતી. આ સિઝનમાં આ તેની ત્રીજી અડધી સદી હતી. 21 વર્ષીય સુદર્શન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 16 ઓવર પછી ગુજરાતનો સ્કોર બે વિકેટે 153 રન છે. 

સાહા અને સુદર્શને ઇનિંગ સંભાળી

12 ઓવર પછી ગુજરાત ટાઇટન્સે એક વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન 17 બોલમાં 20 રન અને રિદ્ધિમાન સાહા 35 બોલમાં 48 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. 

ગિલને ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યો

ધોનીએ CSKને મોટી રાહત આપી છે.   ગિલને ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યો છે. ગુજરાતનો સ્કોર 7 ઓવરમાં એક વિકેટના નુકસાને 67 રન છે. ગિલે આઉટ થતા પહેલા 39 રનની ઇનિંગ રમી હતી. જાડેજાને ગિલની વિકેટ મળી છે. જોકે સાહા હજુ પણ ક્રિઝ પર હાજર છે.

ગિલ 36 રન બનાવીને રમી રહ્યો છે

6 ઓવર પછી ગુજરાતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 62 રન છે. ગિલ 36 રન બનાવીને રમી રહ્યો છે. સાહાએ 26 રન બનાવ્યા છે. 

ગિલની વિસ્ફોટક બેટિંગ

ગિલની વિસ્ફોટક બેટિંગ શરૂ થઈ ગઈ છે. ગિલે તુષાર દેશપાંડેની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ચાર ઓવર પછી ગુજરાતનો સ્કોર એક વિકેટના નુકસાને 38 રન છે. ગિલ 17 અને સાહા 21 રન બનાવીને રમી રહ્યા છે.

GT vs CSK લાઇવ સ્કોર: ફાઈનલ મેચ શરૂ  

આઈપીએલની ફાઈનલ મેચની શરૂઆત થઈ ગઈ છે.  હવે આ મેચ શરૂ થઈ ગઈ છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બોલિંગ કરનાર ચેન્નાઈની ટીમ સામે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાનો પડકાર છે. દીપક ચહરે પ્રથમ ઓવરમાં બોલિંગ કરી હતી. 

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્યે રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની , દીપક ચહર, મથિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા.

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન : રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

ચેન્નાઈએ ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે

IPL 2023ના ફાઈનલ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરશે.  

અમદાવાદમાં વરસાદ નથી

અમદાવાદથી ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. અમદાવાદમાં આજે વરસાદ પડ્યો નથી. હાલ હવામાન સારુ છે. પરંતુ રાત્રે 7 થી 11 દરમિયાન વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી. જો કે ગઈકાલની જેમ ભારે વરસાદની શક્યતા ઓછી છે.

બ્રેકગ્રાઉન્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ચાહકોની નજર સતત અમદાવાદના હવામાન પર  રહેલી છે. આજે પણ વરસાદની સંભાવના છે. આ  સ્થિતિમાં એવું કહી શકાય નહીં કે આજે પણ આ મેચ શરૂ થયા પછી પૂર્ણ થશે કે નહીં.


IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. પરંતુ રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પૂરી થઈ ગઈ હતી ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવામાં આવી હતી.


પરંતુ આજે પણ અમદાવાદના ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. ગઈકાલની જેમ આજે પણ અમદાવાદમાં દિવસ દરમિયાન હવામાન ચોખ્ખું રહ્યું હતું. પરંતુ હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે સાંજે વરસાદ પડી શકે છે. જો કે  જો મેચ આજે નહીં થાય  તો કોઈ  રિઝર્વ દિવસ નથી. ગુજરાત ટાઇટન્સ ગ્રુપ સ્ટેજ દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાનો ફાયદો મેળવી શકે છે અને તેને વિજેતા જાહેર કરી શકાય છે.


જો કે તે પહેલા મેચને પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે. જો મેચ રાત્રે 9.30 વાગ્યા સુધી શરૂ થાય તો પણ ઓવરોની કપાત કરવામાં આવશે નહીં. 11.40 પછી પણ પાંચ ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદના મેદાનમાં વિશ્વકક્ષાની સુવિધાઓ છે. વરસાદ બંધ થવાની સ્થિતિમાં અડધા કલાકમાં મેચ માટે મેદાન તૈયાર કરી શકાય છે.


આયોજકો તરફથી ચાહકોને પણ રાહત આપવામાં આવી છે. જે લોકોએ રવિવારે ફાઇનલ મેચ જોવા માટે ટિકિટ લીધી હતી તેઓને આજે એ જ ટિકિટ સાથે મેદાનમાં જવા દેવામાં આવશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.