CSK vs RR, IPL 2023: ધોનીને જીતની ભેટ ન આપી શક્યું CSK, સંદીપ શર્માએ છેલ્લી ઓવરમાં કરી કમાલ

IPL 2023, Match 17, CSK vs RR: રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનાર મેચના દરેક અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

gujarati.abplive.com Last Updated: 12 Apr 2023 11:41 PM
રાજસ્થાનની 3 રને જીત

IPLની 16મી સિઝનની 17મી લીગ મેચ ચેપૉક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈની ટીમને 176 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે બાદ ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 172 રન સુધી જ પહોંચી શકી હતી અને તેને 3 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ચોક્કસપણે 17 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવવા માટે અપૂરતી સાબિત થઈ હતી.

ચેન્નાઈને 18 બોલમાં 54 રનની જરૂર

ચેન્નાઈની ટીમને રાજસ્થાન સામે જીતવા 18 બોલમાં 54 રનની જરુર છે. ધોની અને જાડેજા બેટિંગ કરી રહ્યા છે.

ચહલનો કહેર

યુઝવેન્દ્ર ચહલની ફિરકીમાં ચેન્નાઈના બેટ્સમેનો ફસાયા છે. કોન્વે 50 રન બનાવી આઉટ થયો છે. તેની વિકેટ ચહલે લીધી છે. ચહલે 3 ઓવરમાં બે વિકેટ લીધી છે.

અંબાજી રાયડુ 1 રન બનાવી આઉટ

ચેન્નાઈની 5મી વિકેટ પડી છે. અંબાજી રાયડુ 1 રન બનાવી આઉટ થયો છે.

શિવમ દુબે બાદ મોઈનઅલી પણ આઉટ

ચેન્નાઈને એક બાદ એક ઝટકા લાગ્યા છે. પહેલા શિવમ દુબે આઉટ થયો ત્યાર બાદ મોઈન અલી પણ કંઈક ખાસ કરી શક્યો નહી. મોઈન અલી 7 રન બનાવી આઉટ થયો. હાલમાં ચેન્નાઈએ 14 ઓવરના અંતે 103 રન બનાવી લીધા છે.

ચેન્નાઈને લાગ્યો બીજો ઝટકો

રહાણે 31 રન બનાવી આઉટ થયો છે. અશ્વિને તેને આઉટ કર્યો છે. 11 ઓવર બાદ ચેન્નાઈએ 2 વિકેટના નુકસાને 86 રન બનાવી લીધા છે.

રહાણેએ બાજી સંભાળી

રહાણે અને કોનવેએ બાજી સંભાળી લીધી છે. CSK ટીમનો લક્ષ્યાંક હાંસલ કરવાનો રેકોર્ડ સારો રહ્યો છે. 9 ઓવર પછી CSKનો સ્કોર એક વિકેટના નુકસાને 76 રન છે. કોનવે અને રહાણેએ બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. કોનવે 35 અને રહાણે 30 રન બનાવીને રમી રહ્યા છે.

ચેન્નાઈએ પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટે 45 રન બનાવ્યા

પાવરપ્લે પૂરો થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 1 વિકેટે 45 રન છે. આ સમયે કોનવે 17 રન પર છે જ્યારે રહાણે 19 રન બનાવીને ક્રિઝ પર છે.

ચેન્નાઈને લાગ્યો પ્રથમ ઝટકો

ચેન્નાઈની પ્રથમ વિકેટ પડી છે. ઈન ફોર્મ ઋતુરાજ ગાયકવાડ માત્ર 8 રન બનાવી આઉટ થયો છે.

રાજસ્થાને ચેન્નાઈને આપ્યો 176 રનનો ટાર્ગેટ

રાજસ્થાને ચેન્નાઈને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાન તરફથી બટલરે  36 બોલમાં 52 રન બનાવ્યા હતા. 

બટલરના 50 રન

બટલરે પોતની ફિફ્ટી પુરી કરી છે. હાલમાં તે 34 બોલમાં 51 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. 15.2 ઓવરમાં રાજસ્થાને 138 રન બનાવ્યા છે.

13 ઓવરના અંતે રાજસ્થાનના 110

રાજસ્થાને 13 ઓવરના અંતે 3 વિકેટે 110 રન બનાવી લીધા છે. બટલર 44 રને અને અશ્વિન 10 રને બેટિંગ કરી રહ્યા છે.

સંજુ સેમસન ઝીરો પર આઉટ

રાજસ્થાનની ટીમ મુશ્કેલીમાં આવી છે. કેપ્ટન સંજુ સેમસન ઝીરો પર આઉટ થયો છે. જાડેજાએ એક જ ઓવરમાં બે વિકેટ લીધી છે. 

રાજસ્થાનને બીજે ઝટકો લાગ્યો

રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ પડી છે. જાડેજાએ પડ્ડીકલને 38 રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન ભેગો કર્યો છે. 8.3 ઓવરમાં રાજસ્થાને બે વિકેટના નુકસાને 88 રન બનાવી લીધા છે.

6 ઓવરના અંતે રાજસ્થાનના 57 રન

6 ઓવરના અંતે રાજસ્થાને 57 રન બનાવી લીધા છે. બટલર 17 અને પડ્ડીકલ 30 રને બેટિંગ કરી રહ્યા છે.

રાજસ્થાનને લાગ્યો પ્રથમ ઝટકો

યશશ્વી જયસ્વાલ 10 રન બનાવી આઉટ થયો છે. તેની વિકેટ તુષાર દેશપાંડએ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોય બટલર, દેવદત્ત પડ્ડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, કુલદીપ સેન, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, સીસાંડા મગાલા, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે અને આકાશ સિંહ.

ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ધોનીની કેપ્ટન તરીકે આ 200મી મેચ છે. ધોની પહેલો કેપ્ટન છે જેમણે 200 મેચ રમી હોય.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 17, CSK vs RR: આજે રમાનારી IPL મેચમાં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. જો રાજસ્થાન રોયલ્સ આ મેચ જીતવામાં સફળ રહે છે, તો તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લેશે. આ સાથે જ ધોનીની ટીમ પાસે પણ જીતવાની અને પોઈન્ટ ટેબલમાં ટોપ ટુમાં પહોંચવાની સારી તક છે. બંને ટીમોએ અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આજની મેચ જોરદાર રહેવાની આશા છે.


રાજસ્થાન રોયલ્સના બંને ઓપનર યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર શાનદાર ફોર્મમાં છે. આ બંને ખેલાડીઓએ રાજસ્થાન માટે માત્ર રન જ નથી બનાવ્યા પરંતુ બંનેનો સ્ટ્રાઈક રેટ પણ શાનદાર રહ્યો છે. જોસ અને જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 180થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની જોડીનો અન્ય ઓપનરોની સરખામણીમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. કેપ્ટન સંજુ સેમસને પણ ત્રીજા નંબરે રમતી વખતે સારી ઇનિંગ રમી છે. આ ત્રણેય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં હોવાને કારણે રાજસ્થાનનો ટોપ ઓર્ડર ઘણો મજબૂત દેખાઈ રહ્યો છે.


જો ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરીએ તો બેન સ્ટોક્સની ઈજા ચિંતાનો વિષય છે. સ્ટોક્સ પહેલા માત્ર બોલિંગ કરતો નહોતો. પરંતુ સ્ટોક્સ અને મોઈન અલી છેલ્લી મેચથી રમ્યા ન હતા. આ બે ખેલાડીઓને ન રમવાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ અને બોલિંગ લાઈનઅપ નબળી પડી છે. દીપક ચહર પણ ન રમી શકવાને કારમે CSK માટે નવી મુશ્કેલીનું કારણ બન્યું છે. ચહરની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.