PCB Chief Selector:  પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક પીસીબીમાં વાપસી થઈ છે. ઈન્ઝમામ-ઉલ-હકને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ઝમામ-ઉલ-હક PCBના નવા મુખ્ય પસંદગીકાર હશે.


ઇન્ઝમામ-ઉલ-હક હારૂન રાશિદનું સ્થાન લેશે


જોકે, ઈન્ઝમામ-ઉલ-હક અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે કામ કરી ચૂક્યો છે. ઈન્ઝમામ-ઉલ-હક 2016 થી 2019 સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે. ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક ભૂતપૂર્વ પસંદગીકાર હારુન રાશિદનું સ્થાન લેશે. હારૂન રશીદે ગયા મહિને જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, હવે ઈન્ઝમામ-ઉલ-હક સામે એશિયા કપ અને વર્લ્ડ કપની ટીમ પસંદ કરવાનો પડકાર રહેશે. રવિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ માટે 13 ખેલાડીઓની પસંદગી કરી હતી. આ સિવાય બાકીની 2 જગ્યાઓ માટે 6 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.






વર્લ્ડકપ 2023માં તમામની નજર ભારત - પાકિસ્તાન મુકાબલા પર


ઉલ્લેખનીય છે કે આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતની ધરતી પર રમાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને થશે. જો કે, અગાઉના શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ થવાની હતી.


ઈન્ઝમામ-ઉલ-હકની કેવી છે કરિયર


પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને બેટ્સમન ઈન્ઝમામ ઉલ હકની ગણના 1990ના દાયકામાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો પૈકી એકમાં થતી હતી. હકે પાકિસ્તાન તરફથી 120 ટેસ્ટની 200 ઈનિંગમાં 49.33ની સરેરશથી 8830 રન બનાવ્યા છે. જેમાં 25 સદી અને 46 અડધી સદી સામેલ છે, જ્યારે 378 વન ડેમાં 53 વખત અણનમ રહીને 11,739 રન નોંધાવ્યા છે. જેમાં 10 સદી અને 83 અડધી સદીનો સમાવેશ છે. આ ઉપરાંત એક ટી20 ઈન્ટરનેશનલમાં તેણે 11 રન બનાવ્યા છે.






આ પણ વાંચોઃ


વર્લ્ડકપમાં ભારત સામેના મુકાબલા પહેલા ગભરાયું પાકિસ્તાન, ફિઝિયોલોજિસ્ટની શરૂ કરી શોધ