ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે. ઓલિમ્પિકમા પણ ક્રિકેટનો સમાવેશ થઈ શકે છે. ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલે કન્ફર્મ કર્યુ છે કે વર્ષ 2028માં લોસ એન્જેલિસમાં ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની કોશિશ થઈ રહી છે.
આઈસીસી દ્વારા નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, એક વર્કિંગ ગ્રુપ બનાવાયું છે. જેની ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની પ્રક્રિયાની જવાબદારી રહેશે. ઓલિમ્પિક 2028, 2032 તથા આવનારી અન્ય ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરાય તેવી કોશિશ રહેશે.
ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી છે,. બીસીસીઆઈ કહી ચુક્યું છે કે જો આમ થશે તો ભારત તેમાં જરૂર ભાગ લેશે. આઈસીસીએ કહ્યું કે, અમેરિકામાં આશરે 30 મિલિયન ક્રિકેટ ફેંસ વસે છે. આ સ્થિતિમાં 2028માં ત્યાં યોજાનારા ઓલિમ્પિકમાં અમે ક્રિકેટને સામેલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જો ક્રિકેટ સામેલ કરાશે તો ઘણું લાભદાયી રહેશે.
અત્યાર સુધીમાં આલિમ્પિકમાં ક્રિકેટ માત્ર એક વખત જ સામેલ થયું હતું. તે સમયે બે ટીમોએ હિસ્સો લીધો હતો. આજના સમયમાં એશિયા સહિત વિશ્વના ઘણા દેશોમાં ક્રિકેટ લોકપ્રિય છે. હવે ઓલિમ્પિકને સામેલ કરવાની કોશિશ થઈ રહી છે.
ચેતન સાકરીયા IPLમાં પસંદ થયા પહેલાં આ સ્ટેશનરી શોપમાં હતો એકાઉન્ટન્ટ, જાણો વિગત
IND vs ENG: જસપ્રીત બુમરાહનું આ ટ્વીટ છે ચર્ચામાં, રહસ્ય ઉકેલવામાં લાગ્યા ફેંસ