ગુજરાત ટાઇટન્સે 13 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સત્તાવાર રીતે તેમની નવી જર્સીને લોન્ચ કરી હતી. જય શાહ અને હાર્દિક પંડ્યાએ ટીમની જર્સી લોન્ચ કરી છે.  વાદળી રંગની જર્સીની વિશિષ્ટ અને આકર્ષક ડિઝાઇન છે. ગુજરાત ટાઇટન્સ 26 માર્ચથી શરૂ થનારી આગામી IPL 2022માં જબરદસ્ત પ્રભાવ પાડવા માટે આતુર હશે,  આઈપીએલ ટુર્નામેન્ટમાં તેમનો પ્રથમ દેખાવ હશે. 


ગુજરાત ટાઈટન્સની ટીમે IPLના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સનો ઉપયોગ કરી લોગો લોન્ચની ઈવેન્ટ યોજી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા, કોચ આશિષ નહેરા અને શુભમન ગિલના ડિજિટલ અવતારે હાજરી આપી હતી. 


ગુજરાત સ્થિત ફ્રેન્ચાઈઝીએ તેમના નવા કેપ્ટન તરીકે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની નિમણૂક કરી છે .  જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો ટીમમાં મોટાભાગે યુવા તથા ટેલેન્ટેડ ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા અને રાહુલ તેવટિયા જેવા ગેમ ચેન્જર પણ ટીમનો ભાગ છે.


ઋષભ પંતે અડધી સદી ફટકારી ઈતિહાસ રચ્યો


ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઈતિહાસ રચી દીધો છે. તેણે બેંગ્લોરમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ ફિફ્ટી (50) ફટકારી છે. પંતે આ રેકોર્ડની સાથે ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવને પાછળ છોડી દીધા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ઋષભે આ મેચની બીજી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.


ડે-નાઈટ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઋષભ ભારત માટે 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 31 બોલ રમ્યા હતા જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી તેણે 50 રન બનાવ્યા અને આઉટ થયો હતો. પરંતુ આઉટ થતાં પહેલા પંતે સૌથી ઝડપી ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. પંતે 28 બોલમાં આ અડધી સદી ફટકારી હતી.


ઋષભ પંતની આ અડધી સદી પૂર્ણ થતાંની સાથે પંતે કપિલ દેવને પાછળ છોડી દીધા છે. ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કપિલ દેવના નામે હતો. કપિલ દેવે 30 બોલમાં પાકિસ્તાન સામે કરાચીમાં અડધી સદી ફટકારી હતી. આ મેચ વર્ષ 1982માં રમાઈ હતી. શાર્દુલ ઠાકુર હવે આ યાદીમાં કપિલ દેવ પછી ત્રીજા સ્થાને છે. શાર્દુલે ઈંગ્લેન્ડ સામે 2021માં ઓવલ ટેસ્ટમાં 31 બોલનો સામનો કરીને અડધી સદી ફટકારી હતી. આ યાદીમાં ચોથા સ્થાનમાં વીરેન્દ્ર સેહવાગ છે જેણે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 32 બોલમાં અડધી સદી ફટકારી હતી.