IND vs IRE 2nd T20: ભારત અને આયરલેન્ડ (Ireland vs India) વચ્ચે બે T20 મેચોની સીરીઝની બીજી મેચ (India vs Ireland 2nd T20) મંગળવારે ધી વિલેજ, ડબલિનમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં 4 રનથી જીત મેળવી હતી અને સીરીઝ પોતાના નામે કરી હતી. આ પહેલાં ઈન્ડિયાએ સીરીઝની પહેલી મેચ 7 વિકેટથી જીતી હતી. છેલ્લી મેચમાં જીત સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિકે 3 ભારતીય કેપ્ટનોને આ રેકોર્ડમાં પાછળ છોડી દીધા છે.
આ ખેલાડીઓને પાછળ છોડ્યાઃ
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટી20માં ભારતની કપ્તાની કરનાર 9મો કેપ્ટન છે. આ પહેલાં 8 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો ટી20 મેચોમાં ભારતની કમાન સંભાળી ચુક્યા છે. બીજી ટી20માં જીત મેળવીને હાર્દિક પંડ્યા બે ટી20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલાં વિરેન્દ્ર સહેવાગ, અજિંક્ય રહાણે અને શિખર ધવનની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 1-1 ટી20 મેચ જીત્યું છે. એવામાં આયરલેન્ડ સામેની સીરીઝ જીતીને હાર્દિક પંડ્યાએ આ ખેલાડીઓને પાછળ છોડ્યા છે.
T20માં કેપ્ટન તરીકે ભારતીય ખેલાડીઓના રેકોર્ડઃ
વિરેન્દ્ર સહેવાગઃ મેચ 1 (જીત -1, હાર - 0)
એમ.એસ ધોનીઃ મેચ 72 (જીત - 1, હાર - 28)
સુરેશ રૈનાઃ મેચ 3 (જીત - 3, હાર - 0)
અજિંક્ય રહાણેઃ મેચ 2 (જીત -1, હાર - 1)
વિરાટ કોહલીઃ મેચ 50 (જીત - 30, હાર - 16)
રોહિત શર્માઃ મેચ 28, (જીત 24, હાર - 4)
શિખર ધવનઃ મેચ 3, (જીત - 1, હાર -2)
ઋષભ પંતઃ મેચ 5 (જીત - 2, હાર -2)
હાર્દિક પંડ્યાઃ મેચ 2 (જીત - 2, હાર - 2)
આ પણ વાંચોઃ