ENG vs BANG, Match Highlights: ઇગ્લેન્ડની સતત બીજી મેચમાં જીત, બાંગ્લાદેશને આઠ વિકેટે આપી હાર

ICC T20 WC 2021, ENG vs BANG:ટી-20 વર્લ્ડકપમાં ઇગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Oct 2021 06:59 PM
ઇગ્લેન્ડની સતત બીજી જીત

ટી-20 વર્લ્ડકપમાં ઇગ્લેન્ડે સુપર-12 તબક્કામાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હાર આપી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા ઇગ્લેન્ડ સામે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇગ્લેન્ડના જેસન રોયે 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડે આ ટુનામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. તેણે વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ મેચમાં છ વિકેટે હરાવ્યું હતું. જ્યારે બાંગ્લાદેશની આ બીજી હાર છે. આ અગાઉ શ્રીલંકા સામે તેની હાર થઇ હતી.

ઇગ્લેન્ડને જીતવા 125 રનનો ટાર્ગેટ મળ્યો

બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા ઇગ્લેન્ડ સામે 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. કેપ્ટન મહમૂદુલ્લાહ અને નસુમ અહમદે 19-19 રનની ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડ તરફથી ટાઇમલ મિલ્સે ત્રણ, મોઇન અલી અને લિયામ લિવિંગસ્ટોને બે-બે વિકેટ જ્યાર ક્રિસ વોક્સે એક વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન ભેગી

 


બાંગ્લાદેશ અડધી ટીમ ફક્ત 75 રન પર પેવેલિયન ભેગી થઇ ગઇ છે. બાંગ્લાદેશને પાંચમો ઝટકો અફીક હુસૈનના રૂપમાં લાગ્યો છે. હુસૈન પાંચ રન બનાવી આઉટ થયો હતો.

બાંગ્લાદેશે ચોથી વિકેટ ગુમાવી

બાંગ્લાદેશને ચોથો ઝટકો મુશ્ફિકુર રહીમના રૂપમાં લાગ્યો છે. રહીમ 29 રન બનાવીને લિયામ લિવિંગસ્ટોનનો શિકાર બન્યો હતો.

બાંગ્લાદેશે ત્રીજી વિકેટ ગુમાવી

 


બાંગ્લાદેશને ત્રીજો ઝટકો શાકિબ અલ હસનના રૂપમાં લાગ્યો છે. શાકિબ ચાર રન બનાવી આઉટ થયો હતો. પાંચમા નંબર પર બેટિંગ માટે કેપ્ટન મહમદુલ્લાહ મેદાનમાં આવ્યો હતો.

બ્રેકગ્રાઉન્ડ

ટી-20 વર્લ્ડકપમાં ઇગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.મોઇલ અલીએ ત્રીજી જ ઓવરમાં બાંગ્લાદેશના બંન્ને ઓપનર્સને પેવેલિયન ભેગા કરી દીધા છે. દાસ નવ રન બનાવી મોઇલ અલીની બોલ પર લિયાન લિવિંગસ્ટોનને કેચ આપી બેઠો હતો. તે પછીના બોલ પર મોહમ્મદ નઇમ ક્રિસ વોક્સને કેચ આપી બેઠો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.