નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલા આઇસીસી અંડર-19 વર્લ્ડકપ 2022ની સુપર લીગ સેમિફાઇનલમાં પહોંચનારી ઇગ્લેન્ડ પ્રથમ ટીમ બની ગઇ છે. તેણે સાઉથ આફ્રિકાને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. બેથેલે શાનદાર બોલિંગ કરી સાઉથ આફ્રિકાને 209 રન પર ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ 88 રન બનાવીને ઇગ્લેન્ડને સેમિફાઇનલમાં પહોંચાડ્યું હતું જ્યાં તેનો સામનો શ્રીલંકા અથવા અફઘાનિસ્તાન સામે થશે.


સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. 21 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ડેવાલ્ડ બ્રેવિસ અને ગેહાર્ડ્સ મારીએ 55 રનની ભાગીદારી કરી હતી. બ્રેવિસે સતત ચોથી મેચમાં અડધી  સદી ફટકારી હતી પરંતુ તે ત્રણ રનથી સદી ચૂક્યો હતો. તેના આઉટ થયા બાદ સાઉથ આફ્રિકાએ એક રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.


ઇગ્લેન્ડના બેટ્સમેન બેથેલે અંડર-19 વર્લ્ડકપના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 20 બોલમાં 50 રન ફટકાર્યા હતા. તે 42 બોલમાં 88 રન બનાવી આઉટ થયો હતો. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા વિલિયમ લક્સટોને 41 બોલમાં 47 રન બનાવ્યા હતા.






પ્લેટ વર્ગમાં ઝિમ્બાબ્વેએ સ્કોટલેન્ડને હરાવ્યું હતું અને હવે તેનો સામનો આયરલેન્ડ સામે થશે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝે પાપુઆ ન્યૂ ગિનીને હાર આપી હતી. હવે તેનો સામનો સંયુક્ત આરબ અમીરાત સામે થશે. જ્યારે પાપુઆ ન્યૂ ગિની પ્લેટ પ્લે ઓફમાં યુગાન્ડા સામે રમશે.


TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........


રાષ્ટ્રપતિની રેસમાં કોનું નામ મોખરે, જાણો આનંદીબેન પટેલ સહિતના ક્યાં 3 દિગ્ગજ નેતાના નામ હાલ ચર્ચામાં છે મોખરે


Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે