IND vs AFG Match Preview: એશિયા કપ 2022ની બન્ને ફાઇનલ ટીમો નક્કી થઇ ગઇ છે, ગઇ રાત્રે રમાયેલી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચના અંતે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ રમાશે, તે નક્કી થઇ ગયુ છે. આની સાથે જ આજે રમાનારી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ માત્ર એક ઔપચારિક મેચ જ બની ગઇ છે. આજની મેચમાં બન્ને એવી ટીમો ટકરાઇ રહી છે જે ગૃપ મેચોમાં બન્ને ગૃપોમાં પ્રથમ નંબર હતી, પરંતુ સુપર 4 રાઉન્ડમાં બન્ને બહાર ફેંકાઇ ગઇ છે. 


આજે એકબાજુ સતત હાર પર હાર ઝીલી રહેલી રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા હશે, તો બીજી મોહમ્મદ નબીને અફઘાનિસ્તાનની ટીમ હશે. ખાસ વાત છે કે, એશિયા કપ 2022 શરૂઆત પહેલા મોટા મોટા સ્ટાર ખેલાડીઓ અને ક્રિકેટ દિગ્ગજો માની રહ્યાં હતા કે રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ ટી20માં મજબૂત છે અને એશિયા કપ 2022ની પ્રબળ દાવેદાર છે, પરંતુ અહીં યુએઇની પીચો પર તમામ ગણિત ખોટા પડ્યા છે.   


ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમને સતત હેરફેર કરવાનુ ભારે પડી ગયુ છે, સતત બદલાતી પ્લેઇંગ ઇલેવનના કારણે ભારતે એશિયા કપમાંથી બહાર થવુ પડ્યુ છે, જોકે, સવાલ એ થશે કે આજે પણ શું ટીમમાં ફેરફાર થઇ શકે છે કે કેમ. અહીં આજની સંભવિત પ્લેઇંગ ઇલેવન બતાવવામાં આવી રહી છે, જે અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે.


દીપક ચાહરને તક -
એક રિપોર્ટ પ્રમાણે, આજની ઔપચારિક મેચમાં દીપક ચાહરને કેપ્ટન રોહિત શર્મા તક આપી શકે છે, દીપક ચાહરની ટીમમાં એન્ટ્રી થતાં જ દીપક હુડ્ડાને બહાર બેસવુ પડશે, આ ઉપરાંત ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ આજની મેચમાંથી બહાર રાખવામાં આવી શકે છે, તેના સ્થાને ફરી એકવાર અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવામા આવશે. 
 
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજેવન્દ્ર ચહલ, દીપક ચાહર. 


અફઘાનિસ્તાન ટીમ - હઝરતુલ્લા જજાઇ, રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), ઇબ્રાહિમ જાદરાન, નઝીબુલ્લાહ જાદરાન, કરીમ જાનત, મોહમ્મદ નબી (કેપ્ટન), રાશિદ ખાન, અજમતુલ્લાહ ઓમરજઇ, ફરીદ અહેમદ, મુઝીબ ઉર રહેમાન, ફજલ હક ફારુકી.


આ પણ વાંચો........... 


PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો


Ajinkya Rahane: ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વાપસી કરશે Ajinkya Rahane, આ ટુનામેન્ટમાં કરવા જઇ રહ્યો છે કેપ્ટનશીપ


Asia Cup 2022: Arshdeep ને આ શખ્સે કહ્યો ભડકાઉ શબ્દ, પછી ત્યાં હાજર પત્રકારે શખ્સને ખખડાવ્યો, જુઓ વીડિયો


Boycott IPL: ટીમ ઈન્ડિયાને મળેલી હારનું ઠીકરું IPL પર ફુટ્યું, ક્રિકેટ ફેન્સે IPL બહિષ્કારની માંગ કરી


ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન


Team India: ઉપરાછાપરી હાર બાદ ટીમ ઇન્ડિયામાં Mohammed Shamiની વાપસી, બુમરાહ અંગે આવ્યા આ મોટા સમાચાર, જાણો