મુંબઇઃ યુએઇમાં રમાઇ રહેલી એશિયા કપ 2022 ટૂર્નામેન્ટના સુપર 4 રાઉન્ડમાં બે શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયા પર સવાલો ઉઠી રહ્યાં છે, આ પછી ટીમમાં મોટા ફેરફાર થવાનુ લગભગ નક્કી થઇ ચૂક્યુ છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં ફરી એકવાર ઘાતક ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની વાપસી નક્કી છે. જોકે, ભારતના નંબર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી.
મોહમ્મદ શમી ગયા વર્ષે ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ હતો પરંતુ તાજેતરમાં રમાયેલી ટી20 મેચોમાં શમીને ટીમ ઇન્ડિયામાં જગ્યા ન હતી મળી, એશિયા કપમાં ભારતીય ફાસ્ટ બૉલરોના નિરાશાજનક પ્રદર્શનના કારણે મોહમ્મદ શમીની વાપસીનો રસ્તો ખુલી ગયો છે.
ઇનસાઇડ સ્પૉર્ટના રિપોર્ટ અનુસાર, સિલેક્ટર્સ હજુ હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ફિટનેસની સાથે કોઇ રિસ્ક નથી લેવા માંગતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જસપ્રીત બુમરાહની રિકવરી કેટલા સમયમાં થશે, એ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યુ. આ અઠવાડિયાના અંત સુધી બુમરાહની એનસીએમાં વાપસી થશે, અને ત્યારબાદ જ તેની ફિટનેસને લઇેન અપડેટ સામે આવશે. હર્ષલ પટેલ જલદી ફિટ થઇ શકે છે, પરંતુ બુમરાહને લઇને હજુ સુધી કોઇ કૉલ નથી આવ્યો.
દીપક ચાહરને પણ મળશે જગ્યા -
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમીને ટી20 આંતરરાષ્ટ્રીયમાં મહત્વ નથી અપાતુ, પરંતુ શમીએ ગુજરાતને આઇપીએલ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આમ પણ આ વર્ષ ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહ્યો છે, એટલે તે ખુબ મહત્વનો ખેલાડી સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો............
Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી
Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક