IND vs AUS : ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ત્રણ વખત કાંગારૂઓને હરાવ્યા છે.

gujarati.abplive.com Last Updated: 24 Jun 2024 11:49 PM
IND vs AUS : ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી છે.  ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાએ 24 રને જીત મેળવી છે.  શાનદાર મુકાબલમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 205 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 92 રનની તોફાની ઈનિંગ રમી હતી. 206 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરુઆત સારી રહી હતી. ટ્રેવિસ હેડે 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ બાદમાં ઓસ્ટ્રેલિયાની વિકેટ સતત પડી હતી. ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવી શક્યું.

IND vs AUS લાઇવ સ્કોર: ઓસ્ટ્રેલિયાને 36 બોલમાં 71 રનની જરૂર છે

14 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 135 રન છે. ટ્રેવિસ હેડ 35 બોલમાં 68 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે માર્કસ સ્ટોઈનિસ ત્રણ બોલમાં બે રન પર છે. ઓસ્ટ્રેલિયાને 36 બોલમાં 71 રનની જરૂર છે.

IND vs AUS: ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો

કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. તેણે મિશેલ માર્શને 87 રનના સ્કોર પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 28 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 

IND vs AUS: પાવરપ્લે સમાપ્ત, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65/1

પાવરપ્લે સમાપ્ત થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ છ ઓવરમાં એક વિકેટે 65 રન બનાવ્યા છે. હેડ (26) અને માર્શ (31) રનના જોરદાર પ્રદર્શન સાથે મેદાન પર છે. બંને ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યા છે.  

Live Score IND vs AUS : ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો લાગ્યો

ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો છ રનના સ્કોર પર લાગ્યો હતો. અર્શદીપ સિંહે ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. તે માત્ર છ રન બનાવી શક્યો હતો. કેપ્ટન મિશેલ માર્શ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ટ્રેવિસ હેડ તેને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર હાજર છે.

IND vs AUS Live Score: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા 206 રનનો ટાર્ગેટ આપ્યો

ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતે 206 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ તોફાની ઈનિંગ રમતા 41 બોલમાં 92 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે 8 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે પણ 31 રનની ઈનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 27 અને શિવમ દુબેએ 28 રન બનાવ્યા હતા. 

IND vs AUS: શિવમ દુબે આઉટ

માર્કસ સ્ટોઇનિસે ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ કરીને શિવમ દુબેની વિકેટ લીધી હતી. શિવમ સારી બેટિંગ કરી રહ્યો હતો.  શિવમ 22 બોલમાં 28 રન બનાવીને પાંચમા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો.

IND vs AUS લાઇવ સ્કોર: સૂર્યકુમાર યાદવ પેવેલિયન પરત ફર્યો

ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ 15મી ઓવરમાં 159 રન પર પડી હતી. મિચેલ સ્ટાર્કે સૂર્યકુમાર યાદવને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. સૂર્યા 16 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા.

IND vs AUS લાઇવ સ્કોર: રોહિત શર્મા સદી ચૂકી ગયો

ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ 12મી ઓવરમાં 127 રન પર પડી. રોહિત શર્મા સદી ફટકારવામાં ચૂકી ગયો. તે 41 બોલમાં 92 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. રોહિત મિચેલ સ્ટાર્કની બોલિંગમાં આઉટ થયો હતો.

IND vs AUS લાઇવ સ્કોર: ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર થયો છે. રોહિત શર્મા ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. રોહિત શર્માએ 32 બોલમાં 79 રન બનાવ્યા છે. 9 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટ ગુમાવી 102 રન છે. 

IND vs AUS લાઇવ સ્કોર: ટીમ ઇન્ડિયાનો સ્કોર 76/1

7 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 76 રન છે. રોહિત શર્મા 23 બોલમાં 58 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રિષભ પંત 13 બોલમાં 15 રન બનાવીને રમતમાં છે. તેના બેટમાંથી એક ફોર અને એક સિક્સર આવી હતી.

IND vs AUS લાઈવ સ્કોર: વરસાદને કારણે રમત બંધ

વરસાદના કારણે રમત રોકી દેવામાં આવી છે. મિચેલ સ્ટાર્કની ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારનાર રોહિત શર્માએ પેટ કમિન્સ પર શાનદાર સિક્સર ફટકારી હતી. અત્યાર સુધી 4.1 ઓવર રમાઈ છે, જેમાં ભારતનો સ્કોર એક વિકેટે 43 રન છે. રોહિત શર્મા 14 બોલમાં 41 રન બનાવીને રમતમાં છે. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે.

IND vs AUS લાઇવ સ્કોર: સ્ટાર્કની ઓવરમાં 29 રન

ત્રીજી ઓવરમાં રોહિત શર્માએ તોફાની બેટિંગ કરી.  હિટમેને મિશેલ સ્ટાર્ક પર 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 29 રન આવ્યા હતા. 3 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 35 રન છે. રોહિત શર્મા 11 બોલમાં 34 રન બનાવીને રમતમાં છે.

IND vs AUS લાઇવ સ્કોર: ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો

ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. કોહલી બાદ ઋષભ પંત મેદાનમાં આવ્યો છે. રોહિત શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 

IND vs AUS લાઇવ સ્કોર: સ્ટાર્કે પાંચ રનની ઓવર ફેંકી

મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવર ફેંકી હતી. રોહિત શર્માએ ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે, પ્રથમ ઓવરમાં માત્ર પાંચ રન જ આવ્યા હતા. રોહિત શર્મા ચાર બોલમાં પાંચ રન પર છે. જ્યારે વિરાટ કોહલીએ બે બોલ રમ્યા, પરંતુ હજુ સુધી ખાતું ખોલાવી શક્યો નથી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન - ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

IND vs AUS લાઇવ સ્કોર: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મિચેલ સ્ટાર્કની ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ.

બ્રેકગ્રાઉન્ડ

Australia vs India, 51st Match, Super 8 Group 1: 2024 T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો છે. ભારતીય સમય અનુસાર, આ મેચનો ટોસ સાંજે 7:30 વાગ્યે થશે, જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચિંતાની વાત એ છે કે સેન્ટ લુસિયામાં ગઈકાલે એટલે કે રવિવારથી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. આજે પણ અહીં વાદળછાયું વાતાવરણ છે અને પુષ્કળ વરસાદ પડ્યો છે.


રવિવારથી સેન્ટ લુસિયામાંથી વરસાદના વીડિયો સામે આવી રહ્યા છે અને હવે મેચના પાંચ કલાક પહેલા જ ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ટોસ વગર જ રદ્દ થઈ શકે છે. જો કે જો આ મેચ રદ્દ થશે તો ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલની આશાને મોટો ફટકો પડશે.


ટીમ ઈન્ડિયા આગળ છે


T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ત્રણ વખત કાંગારૂઓને હરાવ્યા છે. ઓસ્ટ્રેલિયા બે વખત જીત્યું છે. જો કે ઓસ્ટ્રેલિયન ટીમ 2021 T20 વર્લ્ડ કપની વિજેતા પણ છે.


જો ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રદ્દ થાય તો...


જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી જશે. કાંગારૂઓએ અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત માટે પ્રાર્થના કરવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે.


સુપર-8માં ભારતે બે મેચ જીતી છે


ટીમ ઈન્ડિયાએ સુપર-8માં તેની શરૂઆતની બંને મેચ જીતી છે. ભારતે અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ અને બાંગ્લાદેશ સામેની બીજી મેચ જીતી લીધી હતી, ત્યારબાદ તેનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. હવે જો ઓસ્ટ્રેલિયા સામેની મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાંચ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.