IND vs BAN 1st ODI : બાંગ્લાદેશે ભારતીય ટીમને 1 વિકેટથી હાર આપી
IND vs BAN 1st ODI Score LIVE Updates: ભારતીય ટીમ અત્યારે બાંગ્લાદેશ પ્રવાસે છે, અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમી રહી છે, ટીમ ઇન્ડિયા આ સીરીઝથી વનડે વર્લ્ડકપની તૈયારીમાં લાગી છે.
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી હરાવ્યું છે.
187 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ધીમી પણ શાનદાર બેટિંગ કરી રહી છે, હાલમાં ટીમનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે. 30 ઓવર બાદ બાંગ્લાદેશની ટીમે 4 વિકેટ ગુમાવીને 116 રન બનાવી લીધા છે. મહમુદુલ્લાહ 11 રન અને મુસ્તફિકૂર રહીમ 14 રન બનાવીને આઉટ થઇ ગયા છે. ભારત તરફથી વૉશિંગટન સુંદર 2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે દીપક ચાહર અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી છે.
20 ઓવર બાદ બાંગ્લાદેશની ટીમ ત્રણ વિકેટો ગુમાવીને 81 રન પર પહોંચી છે. 187 રનનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધી રહી છે, અત્યારે ક્રિઝ પર શાકિબ અલ હસન 16 રન અને મુસ્ફિકૂર રહિમ 4 રન બનાવીને રમી રહ્યા છે.
187 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ધીમી રહી છે, પ્રથમ બે વિકેટો ગુમાવ્યા બાદ રનનો ગતિ ધીમી પડી ગઇ છે, 10 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટે 31 રન પર પહોંચ્યો છે, હાલમાં કેપ્ટન લિટન દાસ 12 રન અને શાકિબ અલ હસન 4 રન બનાવીને રમતમાં છે.
ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા મળી છે, બાંગ્લાદેશને ઓપનર બેટ્સમેન નઝમૂલ હૌસેન શાન્તોને દીપક ચાહરે પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્માના હાથમાં ઝીલાવી દીધો હતો. 187 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો છે. અત્યારે 5 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કૉર 1 વિકેટના નુકશાને 15 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર લિટન દાસ 4 રન અને અનામૂલ હક 11 રન બનાવીને રમી રહ્યાં છે.
પ્રથમ વનડેમાં બાંગ્લાદેશી બૉલરોને તરખાટ જોવા મળ્યો હતો, બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ શાકિબ અલ હસને 5 વિેકટો ઝડપીને ટીમ ઇન્ડિયાને ઘૂંટણીયે પાડી દીધી હતી. શાકિબે પોતાના 10 ઓવરના સ્પેલમાં 2 મેડન સાથે 36 રન આપીને 5 વિકેટો ઝડપી હતી, તેની પાંચ મહત્વની વિકેટોના કારણે ભારતીય ટીમ ધરાશાયી થઇ ગઇ હતી. આ ઉપરાંત ઇબાદત હૌસેને પણ 4 વિકેટો ઝડપી હતી, ઇબાદતે પોતાના 8.2 ઓવરના સ્પેલમાં 47 રન આપીને 4 વિકેટો ઝડપી હતી.
બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનો રકાસ જોવા મળ્યો હતો, ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પુરી 50 ઓવરની રમત પણ ન હતી રમી શકી. ભારતીય ટીમ માત્ર 41.2 ઓવર રમીને 186 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે 73 રન બનાવ્યા હતા. રાહુલ સિવાય એકપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો.
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ફરી એકવાર પોતાની બેટિંગનો દમ બતાવ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં કેએલ રાહુલે શાનદાર ફિફ્ટી ફટકારી છે, 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે કેએલ રાહુલ 53 બૉલમાં 55 રનની ઇનિંગ રમી છે. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 35 ઓવર બાદ 8 વિકેટના નુકશાને 158 રન પર પહોંચ્યો છે.
ટીમ ઇન્ડિયાની સ્થિતિ મેચમાં વિકટ થઇ ગઇ છે, ક્રિઝ પર કોઇપણ બેટ્સમેન ટકી નથી શકતો. બાંગ્લાદેશ સામે ભારતીય ટીમે અત્યારે 34.4 ઓવર બાદ 8 વિકેટો ગુમાવી દીધી છે, અને સ્કૉર 156 રન પર પહોંચ્યો છે. એકમાત્ર કેએલ રાહુલ જ ક્રિઝ પર ટકી શક્યો છે.
25 ઓવૉર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 105 રન પર પહોંચ્યો છે. હાલમાં ક્રિઝ પર કેએલ રાહુલ 21 રન અને વૉશિંગટન સુંદર 7 રન બનાવીને રમી રહ્યાં છે. આ પહેલા ભારતીય ટીમને ચોથો ઝટકો શ્રેયસ અય્યરના રૂપમાં લાગ્યો હતો. અય્યર 24 રન બનાવીને ઇબાદતની બૉલિંગમાં આઉટ થઇ ગયો હતો.
સંઘર્ષ કરતી દેખાઇ રહેલી ભારતીય ટીમે 50 રનોનો આંકડો વટાવી લીધો છે. 13 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 56 રન પર પહોંચ્યો છે. શિખર ધવન, 7 રન, રોહિત શર્મા 27 રન અને વિરાટ કોહલી 9 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા છે. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને રોહિત અને કોહલીને આઉટ કર્યા છે. અત્યારે શ્રેયસ અય્યર 6 રન અને કેએલ રાહુલ 3 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતીય ટીમ પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરતી વખતે મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. પહેલી ત્રણ વિકેટો ઝડપથી પડી ગઇ છે. શિખર ધવન, 7 રન, રોહિત શર્મા 27 રન અને વિરાટ કોહલી 9 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા છે. ટીમનો સ્કૉર અત્યારે 50 રનને પાર પહોંચી ગયો છે.
ટીમ ઇન્ડિયાની બેટિંગ શરૂ થઇ ચૂકી છે. પ્રથમ સ્પેલમાં ભારતીય ટીમની ધીમી શરૂઆત જોવા મળી હતી. ભારત 8 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 35 રન બનાવી શક્યુ છે. ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 22 રન અને વિરાટ કોહલી 2 રન બનાવીને રમી રહ્યા છે.
ભારતીય ટીમને પ્રથમ વનડેમાં પ્રથમ ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. બાંગ્લાદેશના બૉલર મેહન્દી હસને શિખર ધવનને બૉલ્ડ કર્યો હતો. ધવન 17 બૉલમાં 1 ચોગ્ગાની મદદથી માત્ર 7 રન બનાવીને પેવેલિયન ગયો હતો.
ભારતીય ટીમને પ્રથમ વનડેમાં પ્રથમ ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. બાંગ્લાદેશના બૉલર મેહન્દી હસને શિખર ધવનને બૉલ્ડ કર્યો હતો. ધવન 17 બૉલમાં 1 ચોગ્ગાની મદદથી માત્ર 7 રન બનાવીને પેવેલિયન ગયો હતો.
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ, વૉશિંગટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ. કુલદીપ સેન.
લિટન દાસ (કેપ્ટન), અનામૂન હક, નઝમૂલ હૌસેન શાન્તો, શાકિબ અલ હસન, મુસ્તફિકૂર રહીમ, મહમુદુલ્લાહ, અફિફ હૌસેન, મેહીન્દી હસન, હસન મહેમૂદ, મુસ્તફિઝૂર રહેમાન, ઇબાદત હૌસેન.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સીરીઝનીની પ્રથમ વનડે મેચ રમાઇ છે, શેર-એ-બાંગ્લા ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશે ટૉસ જીતને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, તો વળી ભારતીય ટીમની પહેલા બેટિંગ આવી છે, આજની મેચમાં એમ્પાયર માઇકલ ગૉફ, તનવીર અહેમદ, શરફૂદદોલા અને રેફરી રંજન મુદગલે છે.
ખાસ વાત છે કે, ભારતીય ટીમના સ્ટાર અને અનુભવી બેટ્સમેનોની તીકડી ફરી એકવાર મેદાન પર જોવા મળશે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલની આ સીરીઝમાં વાપસી થઇ છે. આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 બાદ આ ત્રણેય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો, અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ આ ત્રણેય ન હતાં રમ્યા, હવે બાંગ્લાદેશ પ્રવાસ પર આ ત્રણેય ફરી એકવાર મેદાન પર ધમાલ મચાવવા તૈયાર છે.
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, દીપક ચાહર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન.
લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), નજમૂલ હુસેન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસૈન, મહામુદ્દુ્લ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, મુસ્તિફિજુર રહેમાન, નામસ અહેમદ. ઇબાદત હુસેન.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 35 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 35 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 5 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે.
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 19 ઇન્ટરનેશનલ મેચો રમી છે. આ મેચમાં ભારતને 3 વાર યજમાન બાંગ્લાદેશની ટીમના હાથે હાર ઝીલવી પડી છે. જ્યારે ટીમ ઇન્ડિયાને અહીં 8 મેચોમાં જીત મળી છે. બાંગ્લાદેશ ઉપરાંત આ શેર-એ-બાંગ્લા મેદાન પર ભારતે 2-2 વાર પાકિસ્તાન અને શ્રીલંકા અને 1 વાર અફઘાનિસ્તાને હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુલ મળીને ટીમ ઇન્ડિયાએ શેર-એ-બાંગ્લા મેદાન પર 13 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Umran Malik : મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હવે ઉમરાન મલિકને રિપ્લેસમેન્ટ તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ત તાજેતરમાં જ ઉમરાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો, જ્યાં તેને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ઉમરાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ 2 ડિસેમ્બરે, બીજી વનડે 7 ડિસેમ્બર અને ત્રીજી મેચ 10 ડિસેમ્બરે રમાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે રમાશે. મેચમાં ટોસ સવારે 11 વાગ્યે થશે. શ્રેણીનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે.
પ્રથમ ODI - 4 ડિસેમ્બર, રવિવાર. સ્થળ- શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા.
બીજી ODI - 7 ડિસેમ્બર, બુધવાર. સ્થળ- શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા.
ત્રીજી ODI - 10 ડિસેમ્બર, શનિવાર. સ્થળ- ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચટ્ટોગ્રામ.
પ્રથમ ટેસ્ટ મેચ - 14 ડિસેમ્બર, બુધવારથી 18 ડિસેમ્બર, રવિવાર. સ્થળ- ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચટ્ટોગ્રામ.
બીજી ટેસ્ટ મેચ - 22 ડિસેમ્બર, ગુરુવારથી 26 ડિસેમ્બર, સોમવાર. સ્થળ- શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા.
ભારતીય ટીમે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં કુલ 4 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી છે. આ વખતે બંને ટીમો વચ્ચે પાંચમી સિરીઝ રમાશે. આ ચાર શ્રેણીમાંથી ભારતીય ટીમે પ્રથમ ત્રણ પર કબ્જો કરી લીધો છે. બાંગ્લાદેશે જૂન 2015માં રમાયેલી ચોથી શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.
અત્યાર સુધી બાંગ્લાદેશે ભારતમાં દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી નથી. જો એકંદરે વનડે મેચોની વાત કરીએ તો તેમાં પણ ભારતીય ટીમનો દબદબો જળવાઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 36 વનડે રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 30માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
સિરીઝ પહેલા બાંગ્લાદેશની ટીમને પણ મોટો ઝટકો લાગ્યો છે. માત્ર તેમનો કેપ્ટન તમીમ ઈકબાલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે તસ્કીન અહેમદને ઈજાના કારણે પ્રથમ મેચમાંથી પડતો મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તમીમની ગેરહાજરીમાં શાકિબ અલ હસન નંબર-3 પર બેટિંગ કરવા આવી શકે છે.
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ.
India vs Bangladesh Series: ભારતીય ટીમ આજે (4 ડિસેમ્બર)થી તેના બાંગ્લાદેશ પ્રવાસની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ ઢાકામાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે શરૂ થશે. વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પહોંચી છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs BAN 1st ODI Score LIVE Updates: ભારતીય ટીમ અત્યારે બાંગ્લાદેશ પ્રવાસે છે, અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમી રહી છે, ટીમ ઇન્ડિયા આ સીરીઝથી વનડે વર્લ્ડકપની તૈયારીમાં લાગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -