IND vs BAN 2nd ODI LIVE: બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પાંચ રને પરાજય, બાંગ્લાદેશ જીત્યુ સીરિઝ

IND vs BAN 2nd ODI Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રણ વનડે મેચોની સીરીઝની બીજી વનડે રમાઇ રહી છે, આજે ફરી એકવાર બન્ને ટીમો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં જીત માટે ઉતરી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Dec 2022 05:44 PM
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 100 રનને પાર

22 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 100 પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર શ્રેયસ અય્યર શાનદાર બેટિંગ કરી રહ્યો છે, અય્યરે 61 બૉલમાં 44 રન બનાવ્યા છે, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે, જ્યારે સામે છેડે અક્ષર પટેલ 10 રન બનાવીને ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 100 રનને પાર

22 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 100 પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર શ્રેયસ અય્યર શાનદાર બેટિંગ કરી રહ્યો છે, અય્યરે 61 બૉલમાં 44 રન બનાવ્યા છે, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે, જ્યારે સામે છેડે અક્ષર પટેલ 10 રન બનાવીને ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયા 50 રનને પાર

14 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાએ 50 રનોનો આંકડો વટાવી લીધો છે. ભારતીય ટીમ હાલમાં મુશ્કેલી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. 50 રનની અંદર 3 મહત્વની વિકેટો કોહલી, ધવન અને સુંદરને ગુમાવ્યા બાદ અય્યર અને રાહુલે ઇનિંગને સંભાળી છે. અત્યારે 15 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 56 રન પર પહોંચ્યો છે, શ્રેયસ અય્યર 22 રન અને કેએલ રાહુલ 8 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતને ત્રીજો ઝટકો

ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઇ છે, 50 રનની અંદર ટીમ ઇન્ડિયાએ ટૉપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેને ગુમાવી દીધા છે. શાકિબ અલ હસને વૉશિંગટન સુંદરને 11 રનના સ્કૉર પર આઉટ કરી દીધો છે. 11 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 43 રન પર પહોંચ્યો છે. શ્રેયસ અય્યર  16 રન અને કેએલ રાહુલ 1 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતના બન્ને ઓપનરો આઉટ

ભારતને શરૂઆતી ઓવરોમાં મોટો ઝટકો લાગ્યો છે, રોહિત શર્માના સ્થાન ઓપનિંગ કરવા આવેલો વિરાટ કોહલી અને શિખર ધવન બન્ને આઉટ થઇને પેવેલિયન પરત ફર્યા છે. વિરાટ કોહલીને 5 રને ઇબાદતે બૉલ્ડ કર્યો છે, જ્યારે શિખર ધવનને 8 રનના સ્કૉર પર મુસ્તફિકૂર રહેમાને આઉટ કર્યો છે. 3 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 13 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર વૉશિંગટન સુંદર અને શ્રેયસ અય્યર બન્ને શૂન્ય રને રમી રહ્યાં છે.

ભારતને જીતવા 272 રનોનો ટાર્ગેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે રમાઇ રહી છે, ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી વનડેમાં બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં ટીમે 7 વિકેટો ગુમાવીને 271 રન બનાવ્યા છે, હવે ભારતને બીજી વનડે જીતવા માટે 272 રનોની જરૂર છે. બાંગ્લાદેશની વાત કરીએ તો, બાંગ્લાદેશની ટીમે શરૂઆતી પ્રથમ 6 વિકેટો માત્ર 69 રનમાં જ ગુમાવી દીધી હતી,જોકે, બાદમાં મહેદ હસન અને મહેમુદુલ્લાહે લડાયક બેટિંગ કરી હતી, બન્નેએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરતાં ટીમના સ્કૉરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. આ ઇનિંગ દરમિયાન મહેદી હસને શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી હતી. 

મહેદી હસનની શાનદાર સદી

મહેદી હસને 83 બૉલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેને સામે છેડે મહેમુદુલ્લાહનો સાથ મળ્યો હતો, મહેમુદુલ્લાહે પણ શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. મહેમુદુલ્લાહે 96 બૉલમાં 77 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય અન્ય કોઇ બેટ્સમેને ક્રિઝ પર ટકી શક્યો ન હતો.

ભારતની નબળી બૉલિંગ

ભારતની વાત કરીએ તો, ભારતની બૉલિંગ શરૂઆતમાં દમદાર જોવા મળી હતી, બાદમાં બાંગ્લાદેશી બેટ્સમેનો આઉટ કરવામા નિષ્ફળ રહી હતી. 


ભારત તરફથી સૌથી સારી બૉલિંગ વૉશિંગટન સુંદરની રહી સુંદરે પોતાની 10 ઓવરના સ્પેલમાં માત્ર 37 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજે શરૂઆતમાં સારી બૉલિંગ કરી પરંતુ વધુ વિકેટો ઝડપી શક્યા ન હતા. મોહમ્મદ સિરાજે સૌથી વધુ રન આપ્યા હતા, તેને 10 ઓવરના સ્પેલમાં 73 રન આપીને 2 વિકેટો ઝડપી હતી, તો ઉમરાન મલિકે 10 ઓવરમાં 58 રન આપ્યા હતા, અને 2 વિકેટો પોતાના નામે કરી હતી. 

મહેમુદુલ્લાહની પણ શાનદાર ફિફ્ટી

મહેદી હસન બાદ મહેમુદુલ્લાહએ પણ ભારત સામે ફિફ્ટી ફટકારી છે. મહેમુદુલ્લાહે 74 બૉલમાં 4 ચોગ્ગા સાથે 50 રનની શાનદાર અર્ધશતકીય ઇનિંગ રમી છે, 41 ઓવર બાદ ટીમનો સ્કૉર 6 વિકેટના નુકશાને 178 રન પર પહોંચ્યો છે.

મહેમુદુલ્લાહની પણ શાનદાર ફિફ્ટી

મહેદી હસન બાદ મહેમુદુલ્લાહએ પણ ભારત સામે ફિફ્ટી ફટકારી છે. મહેમુદુલ્લાહે 74 બૉલમાં 4 ચોગ્ગા સાથે 50 રનની શાનદાર અર્ધશતકીય ઇનિંગ રમી છે, 41 ઓવર બાદ ટીમનો સ્કૉર 6 વિકેટના નુકશાને 178 રન પર પહોંચ્યો છે.

મહેમુદુલ્લાહની પણ શાનદાર ફિફ્ટી

મહેદી હસન બાદ મહેમુદુલ્લાહએ પણ ભારત સામે ફિફ્ટી ફટકારી છે. મહેમુદુલ્લાહે 74 બૉલમાં 4 ચોગ્ગા સાથે 50 રનની શાનદાર અર્ધશતકીય ઇનિંગ રમી છે, 41 ઓવર બાદ ટીમનો સ્કૉર 6 વિકેટના નુકશાને 178 રન પર પહોંચ્યો છે.

મહેદી હસનની શાનદાર ફિફ્ટી

બાંગ્લાદેશી બેટ્સમેન મહેદી હસને ટીમને ખરા સમયે મદદ કરી છે, મહેદી હસને 59 બૉલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 53 રનની ઇનિંગ રમી છે. ટીમનો સ્કૉર 40 ઓવરના અંતે 6 વિકેટના નુકશાને 171 રન પર પહોંચ્યો છે. મહેમુદુલ્લાહ પણ 49 રન બનાવીને રમી રહ્યો છે.

બાંગ્લાદેશનો સ્કૉર 150 રનને પાર

મુશ્કેલ પરિસ્થિતિની વચ્ચે બાંગ્લાદેશના બેટ્સમેને હસન અને મહેમુદુલ્લાએ બાજી સંભાળી છે, ટીમનો સ્કૉર 150 રનને પાર પહોંચાડી દીધો છે. 36 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કૉર 6 વિકેટના નુકશાને 155 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર મહેમુદુલ્લાહ 37 રન અને હસન 49 રન બનાવીને રમતમાં છે.

બાંગ્લાદેશનો સ્કૉર 150 રનને પાર

મુશ્કેલ પરિસ્થિતિની વચ્ચે બાંગ્લાદેશના બેટ્સમેને હસન અને મહેમુદુલ્લાએ બાજી સંભાળી છે, ટીમનો સ્કૉર 150 રનને પાર પહોંચાડી દીધો છે. 36 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કૉર 6 વિકેટના નુકશાને 155 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર મહેમુદુલ્લાહ 37 રન અને હસન 49 રન બનાવીને રમતમાં છે.

હસન-મહેમુદુલ્લાહએ ઇનિંગ સંભાળી

બાંગ્લાદેશની ઉપરાછાપરી પડી રહેલી વિકેટોની વચ્ચે મહેદી હસન અને મહેમુદુલ્લાહએ ઇનિંગને સંભાળી છે, બન્ને બેટ્સમેનોએ ધૈર્યપૂર્ણ રમત દર્શાવી છે. 33 ઓવર બાદ ટીમનો સ્કૉર 6 વિકેટના નુકશાને 136 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર મહેમુદુલ્લાહ 30 રન અને મહેદી હસન 39 રન બનાવીને રમી રહ્યાં છે.

બાંગ્લાદેશનો સ્કૉર 100 રનને પાર

બેટિંગમાં મુસીબત બાદ બાંગ્લાદેશન સ્થિતિ થોડી સંભળી છે, ટીમનો સ્કૉર 100 રનને પાર પહોંચી ગયો છે. 28 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કૉર 6 વિકેટના નુકશાને 108 રન પર પહોંચ્યો છે. મહેદી હસન 20 રન અને મહેમુદુલ્લાહ 21 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતીય બૉલરોનો તરખાટ

ભારતીય ટીમની વાત કરીએ તો પ્રથમ ઇનિંગમાં બૉલિંગ કરતાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે અત્યારે 5 ઓવરના સ્પેલમાં 29 રન આપીને 2 વિકેટો ઝડપી છે, જ્યારે વૉશિંગટન સુંદરે 4 ઓવરના સ્પેલમાં 19 રન આપીને 3 વિકેટો ઝડપી છે, આ ઉપરાંત ઉમરાન મલિકે 5 ઓવરમાં 2 મેઇડન નાંખીને માત્ર 8 રન આપ્યા છે અને 1 વિકેટ પોતાના નામે કરી છે. 

બાંગ્લાદેશની સ્થિતિ નાજૂક

20 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કૉર 6 વિકેટના નુકશાને 71 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર મહેમુદુલ્લાહ 4 રન અને મહેદી હસન 0 રન બનાવીને રમી રહ્યાં છે. બાંગ્લાદેશની સ્થિતિ એકદમ નાજૂક બની ગઇ છે. આ પહેલા ટીમનો ટૉપ ઓર્ડર ફ્લૉપ સાબિત થયો હતો, જેમાં અનામૂલ હક 11 રન, લિટન દાસ 7 રન, નઝમૂલ હૌસેન 21 રન, શાકીબ અલ હસન 8 રન, અને મુસ્તફિકૂર રહીમ 12 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. 

બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન

બાંગ્લાદેશની ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, 100 રનની અંદર અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ચૂકી છે. 19મી ઓવરમાં વૉશિંગટન સુંદરે સળંગ બે બૉલમાં બે વિકેટો ઝડપીને બાંગ્લાદેશની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો.


 

Delhi MCD Election 2022: AAP સત્યેન્દ્ર જૈનના મતવિસ્તારમાં ત્રણેય બેઠકો હારી, ભાજપ જીતી

જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના વિસ્તારમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રણ સીટો હારી ગઈ છે. રાની બાગ, પશ્ચિમ વિહાર અને સરસ્વતી વિહારમાં ભાજપે જીત મેળવી છે.


Delhi MCD Election 2022: સૌરભ ભારદ્વાજે દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો


આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, "દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને ભાજપના 15 વર્ષ બાદ MCD ચલાવવાની તક આપી છે. અમે  આ માટે દિલ્હીના લોકોનો હૃદયના તળિયેથી આભાર માનીએ છીએ." ભાજપને દિલ્હીની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

Delhi MCD Election 2022: દિલ્હી MCD ચૂંટણીની મતગણતરી અત્યાર સુધીમાં 196 સીટોના પરિણામો જાહેર, AAની 106 બેઠક પર જીતી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો ઝડપથી આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 196 સીટોના ​​પરિણામ આવી ચુક્યા છે. તેમાંથી આમ આદમી પાર્ટીને 106, ભાજપને 84, કોંગ્રેસને 5 અને અન્યને 1 સીટ મળી છે. 54 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે.

બાંગ્લાદેશને ત્રીજો ઝટકો

ભારતીય ટીમને ત્રીજી સફળતા મળી છે, 13.1 ઓવર બાદ ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 52 રન પર પહોંચ્યો છે. 14મી ઓવરના પ્રથમ બૉલ પર ફાસ્ટ બૉલર ઉમરાન મલિકે નઝમૂલ શાન્તોને 21 રનના સ્કૉર પર બૉલ્ડ કરી દીધો છે. નઝમૂલે 35 બૉલમાં 3 ચોગ્ગા સાથે 21 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા કેપ્ટન લિટન દાસને માત્ર 7 રનના અંગત સ્કૉર પર મોહમ્મદ સિરાજે બૉલ્ડ કર્યો હતો. 

બાંગ્લાદેશની ધીમી શરૂઆત

બાંગ્લાદેશ ટીમની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. પ્રથમ 6 ઓવર બાદ ટીમે 1 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા છે, અત્યારે નઝમૂલ હોસૈન શાન્તો 6 રન અને કેપ્ટન લિટન દાસ 6 રન બનાવીને ક્રિઝ પર છે. 

ભારતને પ્રથમ સફળતા

ભારતીય ટીમને ઇનિંગની બીજી જ ઓવરમાં મોટી સફળતા મળી છે, ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે ટીમને આ સફળતા અપાવી છે, સિરાજે બાંગ્લાદેશના ઓપનર બેટ્સમેન અનામૂલ હકને એલબીડબ્યૂ આઉટ કરાવી દીધો છે. અનામૂલ હકે 2 ચોગ્ગા સાથે 9 બૉલમાં 11 રનની ઇનિંગ રમી હતી.


 

ભારતને પ્રથમ સફળતા

ભારતીય ટીમને ઇનિંગની બીજી જ ઓવરમાં મોટી સફળતા મળી છે, ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે ટીમને આ સફળતા અપાવી છે, સિરાજે બાંગ્લાદેશના ઓપનર બેટ્સમેન અનામૂલ હકને એલબીડબ્યૂ આઉટ કરાવી દીધો છે. અનામૂલ હકે 2 ચોગ્ગા સાથે 9 બૉલમાં 11 રનની ઇનિંગ રમી હતી.


 

ભારતની પ્લેઇંગ ઇલેવન 

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક. 

બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન

નઝમૂલ હુસેન શાન્તો, લિટન દાસ (કેપ્ટન), અનમુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મહેદી હસન મિરાજ (વિકેટકીપર), ઇબાદત હુસૈન, મુસ્તફિઝૂર રહેમાન. 

બાંગ્લાદેશે ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી વનડેમાં બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, આજની મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જ્યારે ભારતીય ટીમને ફિલ્ડિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. બન્ને ટીમો આજે જીત માટે મેદાનમાં છે, એક સીરીઝ બચાવવા તો બીજી સીરીઝ જીતવા માટે પ્રયાસ કરશે.

શેર-એ-બાંગ્લામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ - 

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. આ મેચમાં ભારતને 4 વાર યજમાન બાંગ્લાદેશની ટીમના હાથે હાર ઝીલવી પડી છે. જ્યારે ટીમ ઇન્ડિયાને અહીં 8 મેચોમાં જીત મળી છે. બાંગ્લાદેશ ઉપરાંત આ શેર-એ-બાંગ્લા મેદાન પર ભારતે 2-2 વાર પાકિસ્તાન અને શ્રીલંકા અને 1 વાર અફઘાનિસ્તાને હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુલ મળીને ટીમ ઇન્ડિયાએ શેર-એ-બાંગ્લા મેદાન પર 13 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત અને બાંગ્લાદેશના હેડ ટૂ હેડ રેકોર્ડ - 

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 36 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 35 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 6 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે. 


જોકે, ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી. આવામાં બાંગ્લાદેશની ટીમ ગઇ વનડે સીરીઝની જેમ આ વખતે પણ ભારતને હરાવીને ચોંકાવી શકે છે. વળી, ભારતીય ટીમ પોતાની ગઇ સીરીઝની હારને ભૂલીને બદલો લેવા ઉતરશે.

આજે મેચમાં વરસાદ પડશે ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા હવામાન વિભાગે મોટી જાણકારી આપી છે, ખરેખરમાં, હવામાન વિભાગે બતાવ્યું છે કે મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની બિલકુલ સંભાવના નથી. વળી, બુધવારે અહીં તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ તાપમાન ક્રિકેટની રમત માટે શાનદાર ગણી શકાય.

મેચનું લાઇવ ટેલિકા્સટ

ક્યારે ને ક્યા રમાશે મેચ - 
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે, આ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બન્ને ટીમો જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે. 


ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 4 ડિસેમ્બરથી શરૂ થઇ ચૂકી છે. પ્રથમ વનડે 4 ડિસેમ્બરે રમાઇ હતી, હવે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે. 


આ સીરીઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. વળી, ક્રિકેટ ફેન્સ આ મેચનો આનંદ ડીડી સ્પૉર્ટ્સ પરથી પણ લઇ શકે છે. આ ઉપરાંત તમે જિઓ ટીવી પરથી પણ મેચ જોઇ શકો છો.

મેચ જીતવા ટીમ ઇન્ડિયાએ નેટમાં પરસેવો પાડ્યો

બીજી વનડે પહેલા ભારતની નેટમો જારદાર પ્રેક્ટિસ






ગઇકાલે કરી સખત મહેનત





ભારતની વનડે સીરીઝ માટેની ફૂલ સ્ક્વૉડ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.

બાંગ્લાદેશની વનડે માટેની ફૂલ સ્ક્વૉડ

નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ. 

બન્ને માટે આજે મહત્વની વનડે

ભારત અને બાંગ્લાદેશ આજે જીત માટે મેદાનમાં ઉતરશે





ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે

India vs Bangladesh: ભારત વિરુદ્ધ 3 મેચોની વનડે સીરીઝમાં બાંગ્લાદેશની ટીમે પ્રથમ વનડેમાં જીત મેળવીની 1-0થી લીડ બનાવી લીધી છે. રોમાંચક પહેલી વનડેમાં બાંગ્લાદેશની ટીમે 1 વિકેટથી ટીમ ઇન્ડિયાને હારા આપી હતી, આ મેચમાં જીતનો હીરો મેહદી હસન રહ્યો. હવે બન્ને ટીમો બીજી વનડેમાં આજે એટલે કે 7 ડિસેમ્બરે ટકરાશે, બીજી વનડેમાં એકબાજુ ટીમ ઇન્ડિયા હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે, તો વળી બાંગ્લાદેશની ટીમ જીત મેળવીને સીરીઝ સીલ કરવા પ્રયાસ કરશે. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs BAN 2nd ODI Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રણ વનડે મેચોની સીરીઝની બીજી વનડે રમાઇ રહી છે, આજે ફરી એકવાર બન્ને ટીમો શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં જીત માટે ઉતરી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.