IND vs ENG, 4th Test: ટીમ ઈન્ડિયાના ઉભરતા સ્ટાર ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત - ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન, જુરેલે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી અને તેની કારકિર્દીની બીજી ટેસ્ટ મેચમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો. તેની સિદ્ધિને લઈ મોરિસ ગેરેજ (MG) ઇન્ડિયાએ તેમને MG હેક્ટર કાર ભેટ આપવાનું નક્કી કર્યું.


જુરેલનો શાનદાર દેખાવ


જુરેલની પ્રથમ ઇનિંગમાં 90 રન અને બીજી ઇનિંગમાં 39 અણનમ રનની શાનદાર ઇનિંગ્સે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કર્યો હોવા છતાં, જુરેલે શુભમન ગિલ સાથે મળીને તેમની સાતત્યપૂર્ણ બેટિંગથી ભારતને જીત તરફ દોરી.


બંને દાવમાં, જ્યારે મેચ ભારતની પકડમાંથી બહાર જણાતી હતી, ત્યારે જુરેલની વ્યૂહાત્મક બેટિંગે પરિસ્થિતિને ભારતીય ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. દબાણમાં પોતાનું સંયમ જાળવી રાખવાની અને ટીમની સફળતામાં નોંધપાત્ર યોગદાન આપવાની તેમની ક્ષમતાના વિશ્લેષકોએ ખૂબ વખાણ કર્યા.




એમજી મોટર્સે કર્યુ ટ્વિટ


મોરિસ ગેરેજ ઈન્ડિયાએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા અને જુરેલના પ્રદર્શનની પ્રશંસા કરી. મોરિસ ગેરેજ લખ્યું, ટીમ ઈન્ડિયાન અભિનંદન અને ધ્રુવ જુરેલને શાબાશી. અમે તમને સ્ટંપ પાછળ જોયો છે અને હવે ગાડીમાં બેઠેલો જોવા માંગીએ છીએ. આ પોસ્ટની સાથે એમજી હેક્ટરે ધ નેકસ્ટ જેન ગાડીની તસવીર પોસ્ટ કરી છે. આ ગાડી 15 થી 22 લાખ રૂપિયા વચ્ચે આવે છે. આ રીતે ધ્રુવ જુરેલને મેન ઓફ ધ મેચ એવોર્ડની સાથે એક ખાસ સરપ્રાઇઝ પણ મળી.


ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલા ધ્રુવ જુરેલની કહાણી યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયી છે. 22 વર્ષીય ખેલાડીના પિતા નહોતા ઈચ્છતા કે તે ક્રિકેટર બને. તેઓ પોતાના પુત્રને પોતાની જેમ દેશની સેવામાં સમર્પિત કરવા માંગતા હતા. ધ્રુવના પિતા નેમ સિંહ સેનામાં હતા, જેમણે કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. ધ્રુવનો જન્મ 2001માં થયો હતો. નાનપણથી જ તે ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ તે તેના પિતાથી ડરતો હતો. આર્મી સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેણે સ્વિમિંગ કેમ્પમાં પણ જવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેને સ્વિમિંગ કરતાં ક્રિકેટમાં વધુ રસ હતો. શાળામાં સ્વિમિંગના ક્લાસ ચાલતા ત્યારે ધ્રુવ ક્રિકેટ રમતો હતો. તેને ક્રિકેટ એટલું ગમ્યું કે તેણે પોતાનું નામ સ્વિમિંગમાંથી બદલાવીને ક્રિકેટમાં કરી દીધું. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ તો તે ખૂબ ગુસ્સે થઈ ગયા, પરંતુ બાદમાં તે રાજી થઈ ગયા. જ્યારે ધ્રુવને બેટ જોઈતું હતું ત્યારે તેના પિતાએ બેટ લેવા માટે તેના મિત્રો પાસેથી 800 રૂપિયા ઉછીના લીધા હતા


ધ્રુવે ઉત્તર પ્રદેશ માટે અંડર-14 અને અંડર-16 વય જૂથ ક્રિકેટ રમી છે. ત્યારબાદ 2020માં વર્લ્ડ કપ માટે ભારતની અંડર-19 ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. અહીંથી ધ્રુવે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેને 2020માં દેશની અંડર-19 ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં તેની ટીમ બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી, પરંતુ ધ્રુવે તેની કેપ્ટનશિપમાં અંડર-19 એશિયા કપ જીત્યો હતો. કારકિર્દીની શરૂઆતમાં ધ્રુવ ઓફ સ્પિન બોલિંગ કરતો હતો, પરંતુ તેની બોલિંગ કંઈ ખાસ નહોતી. આવી સ્થિતિમાં, તેણે વિકેટ કીપિંગમાં પોતાનો હાથ અજમાવ્યો અને આ ભૂમિકામાં બધાને પ્રભાવિત કર્યા. આ સાથે તે મિડલ ઓર્ડર બેટ્સમેન હોવા ઉપરાંત વિકેટકીપર પણ બન્યો.




Car loan Information:

Calculate Car Loan EMI