IND vs NZ 1st T20 : પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની 21 રને હાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં શાનદાર જીત નોંધાવી હતી.
રાંચીમાં ન્યુઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યું. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. ઈશાન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 21 રનનું યોગદાન આપ્યું હતું.
ટીમ ઈન્ડિયાની 5 વિકેટ પડી ગઈ છે. સૂર્યકુમાર યાદવ 47 રન બનાવી કેચ આઉટ થયો હતો બાદમાં હાર્દિક પંડ્યા 21 રન બનાવી આઉટ થયો છે.
9 ઓવરના અંતે ભારતે 3 વિકેટના ભોગે 63 રન નાવી લીધા છે. હાર્દિક પંડ્યા અને સૂર્ય કુમાર બેટિંગ કરી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ડેરેલ મિશેલે આક્રમક ઈનિંગ રમતા શાનદાર નોટઆઉટ 59 રન બનાવ્યા હતા. 20મી ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમે 27 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમેને પાંચમો ઝટકો લાગ્યો છે. માઈકલ બ્રેસવેલ રન આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 148 રન બનાવી લીધા છે.
ન્યૂઝીલેન્ડની ટીમેને ત્રીજો ઝટકો લાગ્યો છે. ફિલિપ્સ 17 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમે 14.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 117 રન બનાવી લીધા છે.
ન્યૂઝીલેન્ડની ટીમે 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે. ડેવોન કોન્વે 36 રન બનાવી હાલ મેદાન પર છે. ફિલિપ્સ 11 રન બનાવી મેદાન પર છે.
ભારત પ્લેઈંગ ઈલેવન: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11 - ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેયર ટિકનર
ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાશે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs NZ 1st T20 LIVE Score: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં T20 શ્રેણીમાં ઉતરશે. ટીમ મેનેજમેન્ટ ભારતની નવી ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા સિનિયર ખેલાડીઓને આમાં સામેલ કરવામાં આવ્યા નથી. પંડ્યા અગાઉ પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને તે સફળ રહ્યો છે. ભારતે આ શ્રેણી માટે પૃથ્વી શૉને ટીમમાં સામેલ કર્યો છે. તે લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -