IND vs PAK Asia Cup 2022 LIVE: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ?
IND vs PAK Asia Cup 2022 LIVE Score:આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
રિપોર્ટ અનુસાર, દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજની જેટલી પણ મેચો રમાઇ છે, તે તમામમાં બીજી બેટિંગ કરનારી ટીમનો ફાયદો થયો છે, રાત્રે અહીં સામાન્ય ભેજ રહે છે, જે બૉલરોને મુસ્કેલી ઉભી કરી છે અને બેટ્સમેનોને મદદરૂપ સાબિત થાય છે. આ પિચ પર શરૂઆતમાં ફાસ્ટ બૉલરો અને પછી સ્પિનર્સને મદદ મળે છે, બીજી ઇનિંગમાં બેટિંગ આસાન બની જાય છે. ટૉસ જીતીનારી ટીમ અહીં પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્રા જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
બ્રેકગ્રાઉન્ડ
Asia Cup 2022, India Playing 11: 2022 એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા જાણી લો કે પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે. જોકે આ પહેલા બન્ને ટીમો પોતાની દમદાર પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવામાં પડ્યા છે, મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી થઇ ચૂકી છે. કેપ્ટન રોહિત શર્મા સાથે આ વખતે ફરી એકવાર કેએલ રાહુલ ઓપનિંગ કરતો દેખી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -