India vs South Africa 1st T20, South Africa Playing 11: ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી છે. બંને ટીમો વચ્ચે 9 જૂનથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. ત્યારે જાણીએ કે પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.


ડેકોક અને રીઝા હેન્ડ્રીક્સ કરી શકે ઓપનિંગ


પ્રથમ T20માં સિનિયર વિકેટ કીપર- બેટ્સમેન ક્વિન્ટન ડી કોક અને રીઝા હેન્ડ્રીક્સ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. હેન્ડ્રીક્સને T20 ફોર્મેટનો એક્સપર્ટ બેટ્સમેન ગણવામાં આવે છે. આ પછી કેપ્ટન ટેમ્બા બાવુમા ત્રીજા નંબર પર રમતો જોવા મળશે.


આવી હોઇ શકે છે મિડલ ઓર્ડર


એડન માર્કરમ ચોથા નંબર પર મેદાનમાં ઉતરી શકે છે. સાથે જ પાંચમા નંબર પર શાનદાર ફોર્મમાં રહેલો ડેવિડ મિલર બેટિંગ કરી શકે છે. માર્કરમ અને મિલર બંનેએ IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ટાઇટન્સના ચેમ્પિયન બનવામાં મિલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેન છઠ્ઠા નંબર પર ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.


મજબૂત બોલિંગ


બોલિંગમાં સ્પિનર ​​તબરેઝ શમ્સી અને પછી ત્રણ ઝડપી બોલર હશે. ઝડપી બોલરોમાં કાગીસો રબાડા, એનરિક નોર્ટઝે અને માર્કો જાન્સેન પ્લેઇંગ ઇલેવનમાં રમી શકે છે.


 સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ક્વિન્ટન ડિકોક, રીઝા હેડ્રિક્સ, ટેમ્બા બાવુમા, એડન માર્કરમ, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, તબરેઝ શમ્સી, કગિસો રબાડા, એનરિક નોર્ટઝે અને માર્કો જાન્સેન


અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું


IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન


Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા


Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત