IND vs SA 3rd T20: દ. આફ્રિકાને ક્લિન સ્વિપ ના કરી શકી ટીમ ઈન્ડિયા, સિરીઝની ત્રીજી મેચમાં 49 રનથી ભારતની હાર
IND vs SA 3rd T20 LIVE: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે.
18.3 ઓવરે ભારતની તમામ વિકેટ પડી જતાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે 49 રનથી હાર થઈ છે. ભારતે 10 વિકેટ પર 178 રન બનાવ્યા. અક્ષર પટેલે 9 રન, હર્ષલ 17, અશ્વીન 2, દિપક ચહર 31 અને મોહમ્મદ સિરાઝે 5 રનનું યોગદાન આપ્યું અને ઉમેશ યાદવ 20 રન સાથે અણનમ રહ્યો.
228 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરુઆત રહી છે. રોહિત શર્મા 0 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ સમયાંતરે સતત ભારતની વિકેટ પડી રહી છે. શ્રેયસ અય્યર 1 રન, ઋષભ પંત 27 રન, દિનેશ કાર્તિક 46 રન, સુર્યકુુમાર યાદવ 8 રન બનાવીને આઉટ થયા છે. હાલ અક્ષર પટેલ અને હર્ષલ પટેલ રમતમાં છે. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 95 રન પર 5 વિકેટ છે.
દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા છે. હવે ભારતને જીત માટે 228 રનનો ટાર્ગેટ મળ્યો છે.
19.1 ઓવર પર રોસૌવે પોતાની શાનદર સદી પુર્ણ કરી લીધી છે. રોસૌવે 48 બોલમાં આ તોફાની શતક પુર્ણ કર્યું છે.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 17 ઓવરના અંતે 177 રન પર 2 વિકેટ છે. હાલ રોસૌવ 79 રન અને સ્ટબ્સ 17 રન સાથે રમતમાં છે.
12.1 ઓવરે ડી કોક રન આઉટ થયો છે. ડી કોકે 43 બોલમાં 68 રન બનાવ્યા છે.
10 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 96 રન પર 1 વિકેટ છે. હાલ ક્વિંટન ડી કોક 54 અને રિલે રોસૌ 35 રન સાથે રમતમાં છે.
આ પહેલાં 4.1 ઓવર પર કેપ્ટન બાવુમા 3 રન બનાવીને પવેલિયન ભેગો થયો હતો.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દ. આફ્રિકાની ટીમને ડી કોક અને રોસૌએ મજબુત શરુઆત અપાવી છે.
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકી), રિલી રોસો, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઇન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગિડી
રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકી), શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, દીપક ચહર, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SA 3rd T20 LIVE: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ મેચમાં એકબાજુ ભારતીય ટીમનો પ્રયાસ સીરીઝને ક્લિન સ્વીપ કરવાનો હશે, તો બીજીબાજુ આફ્રિકન ટીમ આમાં જીત સાથે આત્મવિશ્વાસ મેળવવા પ્રયાસ કરશે.
ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે પહેલી બે મેચો જીતીની સીરીઝ 2-0થી સીલી કરી લીધી છે. એટલા માટે આજે કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડ સીનિયર ખેલાડીઓને આરામ આપશે અને યુવાઓને તક આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -