India vs Sri Lanka 1st Test: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ રમાશે.  આ શ્રેણીની પ્રથમ મેચ 4 માર્ચથી મોહાલીમાં રમાશે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ છે. વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટમાં ઘણા મોટા રેકોર્ડ બનાવી શકે છે.


શ્રીલંકા સામેની તેની 100મી ટેસ્ટમાં માત્ર 38 રન બનાવીને વિરાટ કોહલી સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ અને વીવીએસ લક્ષ્મણ જેવા મહાન ખેલાડીઓની ક્લબમાં સામેલ થઇ જશે. વાસ્તવમાં  વિરાટના હાલમાં ટેસ્ટમાં 7,962 રન છે. આવી સ્થિતિમાં શ્રીલંકા સામે 38 રન બનાવીને તે ભારત તરફથી 8000 ટેસ્ટ રન પૂરા કરનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ જશે.


વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, દિલીપ વેંગસરકર, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી અને કપિલ દેવ ભારત માટે 100 કે તેથી વધુ ટેસ્ટ રમી ચૂક્યા છે. જોકે, આ બેટ્સમેને પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી નથી. આવી સ્થિતિમાં કોહલી શ્રીલંકા સામે 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની શકે છે.


ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીએ છેલ્લે સદી બાંગ્લાદેશમાં ફટકારી હતી. 2019માં તેણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં તેની છેલ્લી સદી ફટકારી હતી.


 


Patanjali PNB Credit Card: પતંજલિએ પંજાબ નેશનલ બેંક સાથે મળીને લોન્ચ કર્યું RuPay ક્રેડિટ કાર્ડ, જાણો શું છે ફીચર્સ


PG Dental NEET Reschedule: પીજી ડેન્ટલ નીટ થઈ રીશિડ્યૂલ, જાણો કઈ તારીખે પરીક્ષા યોજાશે અને ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ


IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ


i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી