India vs Sri lanka 2st T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીતી સાથે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, ત્યારે રોહિત શર્માની આગેવાની વાળી આ ટીમ આજે જીત મેળવીને વધુ એક ટી20 સીરીઝને ફતેહ કરવા મેદાનમાં ઉતરશે, તો સામે શ્રીલંકન ટીમ આજે સીરીઝમાં પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે અને આ જીત સાથે તેમની નજીર સીરીઝ બચાવવા પર પણ નજર રહશે.


ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત


બીજી ટી20 પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ઋતુરાજ ગાયકવાડ કાંડાની ઈજાના કારણે પ્રથમ વન ડેમાં મરી શક્યો નહોતો. હવે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગાયકવાડ શ્રીલંકા સામે અંતિમ બે ટી20માંથી બહાર થઈ ગયો છે. બોર્ડે નિવેદનમાં જણાવ્યું કે, ઈજાના કારણે ઋતુરાજનો એમઆરઆઈ કરવામાં આવ્યો છે અને તે સીધો નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે. તે અહીં ઈજામાંથી મુક્ત થવા મહેનત કરશે. આઈપીએલમાં ગત વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ તે ટીમ ઈન્ડિયાનો  સભ્ય બન્યો હતો.


ઋતુરાજના સ્થાને કોનો સમાવેશ


ઓપનર ઋતુરાજના સ્થાને મયંક અગ્રવાલને શ્રીલંકા સામેની બાકીની બે ટી20માં સામેલ કરાયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ મયંક અગર્વાલને ટીમમાં સામેલ કરાયો હતો. હાલ ટેસ્ટ ટીમ સાથે મયંક ચંદીગઢમાં આઈસોલેશન પીરિયડમાં હતો.






આ પણ વાંચોઃ


Aadhaar Card: આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી કેવી રીતે ખોલશો, શું છે પ્રોસેસ, જાણો કેટલી થશે કમાણી


ઉલ્ટી જેવું લાગે તો અપનાવો આ 8 ટિપ્સ, તાત્કાલિક મળશે રાહત